May 17, 2024

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાનો શેર 2 દિવસમાં 36 ટકા તૂટ્યો

કંપનીના શેરમાં ઝડપી ઘટાડો સુપ્રીમ કોર્ટના એક મધ્યસ્થ નિર્ણય (આર્બિટ્રલ એવોર્ડ) રદ્દ કર્યા બાદ આવ્યો છે.

Share Market News: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં હાહાકાર મચી ગયો છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર બીજા દિવસે પણ બજારમાં પડી ભાંગ્યા છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર શુક્રવારે પણ 20 ટકાના ઘટાડા સાથે 181.95 રૂપિયા સુધી પહોંચી ગયા છે. રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેરમાં બુધવારે પણ 20 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને કંપનીના શેર 227.40 રૂપિયા પર બંધ થયા હતા. ગત 2 દિવસમાં રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના શેર 36 ટકાથી વધુ ઘટી ગયા છે. કંપનીના શેરમાં ઝડપી ઘટાડો સુપ્રીમ કોર્ટના એક મધ્યસ્થ ફેંસલા (આર્બિટ્રલ એવોર્ડ) રદ્દ કર્યા બાદ આવ્યો છે.

રિલાયન્સ પાવરના શેરમાં પણ ઘટાડો
અનિલ અંબાણીના માલિકાના હકવાળી કંપની રિલાયન્સ પાવરના શેરમાં પણ ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સ પાવરના શેર પણ 5 ટકાના લોઅર સર્કિટની સાથે 26.93 રૂપિયા સુધી પહોંચી ગયા છે. રિલાયન્સ પાવરમના શેરમાં બુધવારે પણ 5 ટકાની લોઅર સર્કિટ લાગી ગઇ હતી અને કંપનીના શેર 28.34 રૂપિયા પર બંધ થયા હતા. રિલાયન્સ પાવરના શેરમાં ગત કેટલાક મહિનાઓમાં સારી એવી રિકવરી જોવા મળી હતી. કંપનીના શેર એક વર્ષમાં 125 ટકાથી વધુ ઉપર ચઢ્યા હત. રિલાયન્સ પાવરનો શેર 52 અઠવાડિયાના હાઇલેવલ 34.35 રૂપિયો હતો.

આ પણ વાંચો: પંચમહાલ લોકસભા બેઠકનો ઈતિહાસ, જાણો કયા મતદારો બને છે નિર્ણાયક

અનિલ અંબાણીને મોટો ઝટકો
અનિલ અંબાણીને બુધવારે તે સમયે મોટો ઝટકો લાગ્યો જ્યારે સુપ્રીમ કોર્ટે 8000 કરોડ રૂપિયાના મધ્યસ્થ નિર્ણય (ઓર્બિટ્રલ એવોર્ડ)ને રદ્દ કરી દીધો. આ ઓર્બિટ્રલ એવોર્ડ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેટ્રો એકમ દિલ્હી એરપોર્ટ મેટ્રો એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડના પક્ષમાં હતો. આ દરમિયાન રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરએ એક્સચેંજ ફાઇલિંહમાં કહ્યું છે,‘કંપની સ્પષટ કરવા માંગે છે કે સુપ્રિમ કોર્ટ તરફથી 10 એપ્રિલ 2024 નારોજ પાસ કરવામાં આવેલ ઓર્ડર કંપની પર કોઇ દેવાદારી નાંખતો નથી અને કંપનીને ઓર્બિટ્રલ એવોર્ડ અંતર્ગત DMRC/DAMEPL તરફથી કોઇ પૈસા મળ્યા નથી.’