February 8, 2025

JDUએ મણિપુરના પ્રદેશ અધ્યક્ષને હટાવ્યા, NDAમાંથી ટેકો પાછો ખેંચવાનો પત્ર જારી કર્યો

Bihar Politics: હિંસાગ્રસ્ત મણિપુરમાં ભાજપ અને જેડીયુના સમર્થનને લઈને રાજકીય નાટક શરૂ થયું. અગાઉ, JDU રાજ્ય એકમે મુખ્યમંત્રી એન બિરેન સિંહની ભાજપની આગેવાની હેઠળની સરકારમાંથી ટેકો પાછો ખેંચવાનો પત્ર જારી કર્યો હતો. જેડીયુના પ્રદેશ પ્રમુખ કે બિરેન સિંહે રાજ્યપાલને પત્ર લખીને કહ્યું કે તેઓ ભાજપ સરકારમાંથી ટેકો પાછો ખેંચી લેશે. પ્રદેશ પ્રમુખનો પત્ર સામે આવ્યા બાદ, JDUએ કાર્યવાહી કરી. પાર્ટીએ પ્રદેશ પ્રમુખને તેમના પદ પરથી દૂર કર્યા.

રાજ્યપાલ અજય કુમાર ભલ્લાને લખેલા પત્રમાં, JD(U)ના પ્રદેશ અઘ્યક્ષ કે બિરેન સિંહે જણાવ્યું હતું, ફેબ્રુઆરી-માર્ચ 2022માં મણિપુર વિધાનસભા માટે યોજાયેલી ચૂંટણીમાં, JD(U)ના છ ઉમેદવારો જીત્યા હતા. થોડા મહિનાઓ પછી, JDUના પાંચ ધારાસભ્યો ભાજપમાં જોડાયા. પાંચ ધારાસભ્યો સામે સ્પીકર ટ્રિબ્યુનલમાં ભારતના દસમા અનુસૂચિ હેઠળ કેસ ચાલી રહ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ડિયા બ્લોકનો ભાગ બન્યા પછી, જેડી(યુ)એ ભાજપની આગેવાની હેઠળની સરકારમાંથી ટેકો પાછો ખેંચી લીધો. હવે મણિપુરમાં જેડી(યુ)ના એકમાત્ર ધારાસભ્ય, મોહમ્મદ અબ્દુલ નાસિરને વિધાનસભાના છેલ્લા સત્રમાં સ્પીકરે વિપક્ષી બેન્ચ પર બેસાડ્યા હતા. ટેકો પાછો ખેંચવાથી બિરેન સિંહ સરકાર પર કોઈ અસર થશે નહીં. કારણ કે 60 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે 37 બેઠકો છે અને તેને નાગા પીપલ્સ ફ્રન્ટના પાંચ ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે.