U19 મહિલા T20 વર્લ્ડ કપ 2025માંથી 3 ટીમ બહાર, 2 મેચ થશે ચિત્ર સ્પષ્ટ

ICC U19 Womens T20 World Cup 2025 Points Table: મહિલા U19 T20 વર્લ્ડ કપ 2025માં ભારત અને શ્રીલંકા વચ્ચે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ આવતીકાલે રમાવાની છે. ટીમ ઈન્ડિયાનું આ ટુર્નામેન્ટમાં સારૂ પ્રદર્શન જોવા મળ્યું છે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં પોતાના ગ્રુપમાં પ્રથમ સ્થાન પર છે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 16 ટીમ ભાગ લઈ રહી છે. જેને ચાર જૂથોમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ત્રણ ટીમ સુપર સિક્સ માટે ક્વોલિફાય થશે. દરેક ગ્રુપમાંથી ત્રણ ટીમ સુપર સિક્સ રાઉન્ડ માટે ક્વોલિફાય થશે. એટલે કે દરેક ગ્રુપમાંથી એક ટીમ બહાર રહેશે.
આ પણ વાંચો: કમઢીયા સરકાર તરીકે પ્રસિદ્ધ ધવલ ભુવાજી ની ધરપકડ
મહિલા અન્ડર-19 વર્લ્ડ કપ 2025 માટે તમામ ટીમ
- ગ્રુપ A: ભારત, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને મલેશિયા
- ગ્રુપ-B: ઈંગ્લેન્ડ, અમેરિકા, આયર્લેન્ડ, પાકિસ્તાન
- ગ્રુપ C: દક્ષિણ આફ્રિકા, નાઇજીરીયા, ન્યુઝીલેન્ડ, સમોઆ
- ગ્રુપ D: ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, નેપાળ
મહિલા અન્ડર-19 વર્લ્ડ કપ 2025માંથી 3 ટીમો
સુપર સિક્સ રાઉન્ડમાં કુલ 12 ટીમો પહોંચવાની છે. જેમાં ટોટલ 2 ગ્રુપ હશે દરેક ગ્રુપમાં 6 ટીમો હશે. ક્વોલિફાય થઈ ગયેલી ટીમની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, સ્કોટલેન્ડ, નાઈજીરીયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, અમેરિકા અને આયર્લેન્ડ દક્ષિણ આફ્રિકાની ટીમ છે. પાકિસ્તાન, નેપાળ, સમોઆ આગામી રાઉન્ડમાં પહોંચી શકી નથી. જેના કારણે આ 3 ટીમ હવે ટાઈટલ જીતી શકશે નહીં.