January 23, 2025

હાર્દિક પંડ્યાએ રોહિતને જોતા જ આપી ‘જાદુ કી જપ્પી’, ચાહકો થયા ગુસ્સે

અમદાવાદ: IPL 2024 આવતીકાલે શરૂ થવાની છે. પરંતુ આ પહેલા ત્રણ મહિનાથી જોરદાર બબાલ થઈ રહી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સની અંદર જોરદાર ખળભળાટ મચી ગયો હતો. કારણ કે રોહિત શર્માને હટાવીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. આ વચ્ચે બંને વચ્ચે સંબધો પણ બગડી ગયા હોવાના અહેવાલ મળ્યા હતા. જોકે આવી વાત ફેલાયા પછી બંને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેનાથી ચાહકો ભારે રોષમાં જોવા મળી રહ્યા છે.

તૈયારીમાં વ્યસ્ત
મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ટીમ જ્યારે ટ્રેનિંગમાં હતી ત્યાર નો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે તમામ ખેલાડીઓ એક સાથે ઉભા હતા. જેમાં હાર્દિક અને રોહિત જોવા મળી રહ્યા હતા. આ વીડિયોમાં લોકો એવું જોઈ ગયા કે હવે લોકોમાં તેમને લઈને રોષ જોવા મળી રહ્યો છે. હાર્દિકે રોહિતને જોયો કે તરત જ તેને મળવા ગયો હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું હતું. સાથે એ પણ જોવા મળ્યું કે રોહિત પહેલા હાથ મિલાવવા માંગતો હતો પરંતુ હાર્દિકે તો તેને સીધો જ ગળે લગાવી દીધો હતો.

ચાહકો થયા ગુસ્સે
આ વીડિયોમાં જોવા મળ્યું તેના કારણે ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. કારણ કે હાર્દિકની વાપસી અને તેને કેપ્ટન બનાવ્યા બાદ તેઓ પહેલીવાર રોહિત શર્મા સાથે જોવા મળ્યા હતા. જોકે મેનેજમેન્ટને એવી આશા હતી કે વીડિયો પોસ્ટ કરીને તેઓ તેમના ચાહકોને શાંત કરી શકે તેવા પ્રયત્ન હતા. પરંતુ તેમના પ્રયત્નની વિપરીત અસર જોવા મળી હતી. આ વીડિયો જોઈને તેમના ચાહકોમાં વધારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ પ્રકારની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ તો આ વીડિયોને જ ફેક કહી રહ્યા છે.

રોહિત વિશે કહ્યું
હાર્દિકે મુંબઈના કેપ્ટન તરીકે તેની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. આ સમયે તેમને હાર્દિકને રોહિત શર્માને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. તે સમયે તેમણે કહ્યું હતું કે રોહિત અને તેની વચ્ચે કોઈ અણબનાવ નહીં જોવા મળે કેમ કે રોહિત હજુ પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે. જોકે હાલ તો તેમના ચાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વીડિયો ઉપર તેમના ચાહકોનો કોમેન્ટ્સથી રોષ ઠાલવતા જોવા મળી રહ્યા છે.