May 17, 2024

છેલ્લી ઘડીએ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં મોટો ફેરફાર

અમદાવાદ: IPL 2024ની શરૂઆત પહેલા તમામ ટીમો પોતાની રણનીતિઓને અંતિમ સ્વરૂપ આપી રહી છે. ટૂર્નામેન્ટનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સે મોટો નિર્ણય લીધો છે. 5 વખતની IPL વિજેતા મુંબઈ ઈન્ડિયન્સે વિદેશી ખેલાડી દિલશાન મધુશંકાના સ્થાને ટીમમાં નવા ખેલાડીની પસંદગી કરી છે. શ્રીલંકાના દિલશાન મદુશંકા ઈજાગ્રસ્ત છે. હાલમાં જ તે બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. મધુશંકાને સ્વસ્થ થવામાં સમય લાગશે, તેથી મુંબઈ ઈન્ડિયન્સે તેની જગ્યાએ અન્ય વિદેશી ખેલાડીને ટીમમાં સામેલ કર્યો છે, જે ખૂબ જ ખાસ છે.

17 વર્ષના મફાકાને પસંદ કર્યો
IPLની સૌથી સફળ ફ્રેન્ચાઈઝી પૈકીની એક મુંબઈ ઈન્ડિયન્સે IPL 2024 માટે ઈજાગ્રસ્ત મદુશંકાની જગ્યાએ 17 વર્ષીય દક્ષિણ આફ્રિકાની ફાસ્ટ બોલર ક્વેના માફાકાની પસંદગી કરી છે, જે મદુશંકાની લેફ્ટી છે. મફાકા આઈપીએલની આ સિઝનમાં રમનાર સૌથી યુવા ખેલાડી હશે. અત્યાર સુધી આ ઉંમરનો કોઈ ખેલાડી, પછી તે દેશી હોય કે વિદેશી, આઈપીએલ રમ્યો નથી. પણ જોવાનું એ રહે છે કે, આ વખતેની ટુર્નામેન્ટમાં તે કેવા રેકોર્ડ બનાવી શકે છે અને કેવા ધુરંધર ખેલાડીઓને વિકેટ ખેરવી શકે છે. સમગ્ર નેતૃત્વ રોહિત શર્મા પાસે છે તો તે પણ કોઈ નવા ખેલાડીને મોટો ચાન્સ આપી શકે છે. રોહિતની સ્ટ્રેટજી મોટાભાગે બોલરને રોટેટ કરતી રહી છે. જ્યારે બેટિંગની વાત આવે ત્યારે ગેપિંગ જોઈને તે બેટિંગ કરે છે.

મુંબઈ ઈન્ડિયન્સ લડી લેવાના મૂડમાં
દર વર્ષની જેમ મુંબઈની ટીમ પણ આ વખતે લડી લેવાના મૂડમાં છે. રોહિત શર્માએ બે વખત ટીમ રીવ્યૂ કર્યા બાદ કેટલાક નિર્ણય લીધા છે. મુંબઈનું પર્ફોમન્સ આ વખતે ઘણી બધી રીતે ધ્યાને લેવાશે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ કઈ રણનીતિથી રમશે એના પર સૌની નજર રહેલી છે. જ્યારે વિદેશી ખેલાડીઓ સાથેના તાલમેલથી ઘણી રીતે રોહિતની પણ કસોટી થવાની છે.

જાહેર કરવામાં આવ્યો
શ્રીલંકાના દિલશાન મધુશંકાને હરાજીમાં 4.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હવે તેની જગ્યાએ ક્વેના મફાકા ટીમમાં સામેલ થઈ ગઈ છે. દક્ષિણ આફ્રિકાના મફાકાએ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી, પરંતુ આ 17 વર્ષીય ફાસ્ટ બોલરે 2024ના અંડર-19 વર્લ્ડ કપમાં 9.71ની એવરેજથી 21 વિકેટ લીધી હતી અને તેને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી જાહેર કરવામાં આવ્યો હતો.