RCBના સ્ટાર ખેલાડીને લાગ્યો મોટો ઝટકો, ઓક્શનના બે દિવસ બાદ જ લગાવાયો પ્રતિબંધ
RCBના ફેન્સ માટે માઠા સમાચાર છે. આઈપીએલ 2024ના ઓક્શનના બે દિવસ બાદ જ સ્ટાર ખેલાડી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખેલાડી પર આરોપ છે કે તેણે અમ્પાયર સાથે ગેરવર્તન કર્યું હતું અને તેથી તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
ઈંગ્લેન્ડના સ્ટાર ખેલાડી અને RCB ટીમ સાથે જોડાયેલા ટોમ કરન માટે ખરાબ સમાચાર આવ્યા છે. સ્ટાર ખેલાડી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આનાથી ટીમને મોટો ફટકો પડ્યો છે. ટોમના ફેન્સ પણ આનાથી ઘણા નાખુશ છે. ટોમ પર અમ્પાયરને ડરાવવાનો આરોપ છે, તેથી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે ફ્રેન્ચાઈઝીનું કહેવું છે કે તે આ સજા સામે અવાજ ઉઠાવવા જઈ રહી છે, કારણ કે ટોમનો કોઈ દોષ નથી. જાણો શું છે સમગ્ર મામલો.
શું છે સમગ્ર મામલો
ઓસ્ટ્રેલિયામાં રમાઈ BBL રમાઈ રહી છે. આ લીગથી ટોમ અને અમ્પારને લઈને આ વિવાદ શરુ થયો છે. આ મામલો 11 ડિસેમ્બરે પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે લોન્સેસ્ટનમાં હોબાર્ટ હરિકેન્સ સામે સિક્સર્સની છેલ્લી મેચમાં બોલાચાલી થઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિબંધ બાદ પણ કરણ તે જગ્યાએ પ્રેક્ટિસ કરી રહ્યો હતો જ્યાં ખેલાડીઓને પ્રેક્ટિસ કરવાની મનાઈ હતી. UTAS સ્ટેડિયમની પીચના એક ભાગ પર ટોમ દોડી રહ્યો હતો, ત્યાર બાદ અમ્પાયરે તેને તે જગ્યા પર ન દોડવાનું કહ્યું હતું. આ પછી, ટોમ સ્પીડમાં અમ્પાયર તરફ દોડ્યો, જેના કારણે અમ્પાયર ડરી ગયો અને પોતાને બચાવવા માટે બાજુમાં ગયો.
આ પણ વાંચોઃ રોહિત-કોહલીથી લઈને ધોની-સ્ટાર્ક સુધી, જાણો કોને IPLમાં કેટલો પગાર મળશે!
આગામી 4 મેચ માટે પ્રતિબંધ
ટોમ કરનના આ વર્તનને કારણે મેચ રેફરીએ બાદમાં ખેલાડી પર અમ્પાયરને ડરાવવાનો આરોપ લગાવ્યો હતો. આચાર સંહિતાની કલમ 2.17ના આધારે ટોમ સામે આરોપો દાખલ કરવામાં આવ્યા છે. ખેલાડીએ આનો વિરોધ કર્યો અને કહ્યું કે તેનો આવો કોઈ ઈરાદો ન હતો, તેમ છતાં ખેલાડીને આગામી 4 દિવસ માટે BBLમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. તેને BBLમાંથી 4 દિવસ માટે પ્રતિબંધિત કરવાનો અર્થ છે કે તેના પર 4 મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે RCBએ IPLમાં ટોમ કરણને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. RCBએ ટોમને 1.5 કરોડ રૂપિયામાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.