May 21, 2024

ક્રિકેટમાં નવી તકનીકની એન્ટ્રી, બાઉન્ડ્રીને બોલ સ્પર્શતા જ થશે કંઈક આવું!

ક્રિક્રેટના નવા યુગમાં નવા સ્ટમ્પની એન્ટ્રી થઈ છે. આ નવા સ્ટમ્પ ઓસ્ટ્રેલિયાની T20 લીગ ‘બિગ બેશ લીગ’માં જોવા મળ્યા છે. જેને ઈલેક્ટ્રા સ્ટમ્પ્સ નામ આપવામાં આવ્યું છે. તો આ નામ સાંભળીને આપ સૌને પ્રશ્ન થશે કે કેમ આવું નામ? આ સ્ટમ્પની એની તો શું ખાસિયત છે કે તેને આવું ઈલેક્ટ્રા સ્ટમ્પ નામ આપવામાં આવ્યું છે. તો આ તમામ માહિતી અમારા આ આર્ટિકલમાં.

આ પણ વાંચોઃ RCBના સ્ટાર ખેલાડીને લાગ્યો મોટો ઝટકો, ઓક્શનના બે દિવસ બાદ જ લગાવાયો પ્રતિબંધ

જો વાત કરીએ આ સ્ટમ્પ્સના ખાસિયતની તો તે ચોગ્ગા અને છગ્ગાથી લઈને નો બોલ સુધી દરેક કેસમાં અલગ-અલગ રંગ બતાવશે. આ બધા રંગો પણ ખૂબ આકર્ષક લાગે છે. 22 ડિસેમ્બરના રોજ બિગ બેશ લીગ મેચ પહેલા, માર્ક વો અને માઈકલ વોને આ સ્ટમ્પ્સ વિશે વિગતવાર સમજાવ્યું. માઈકલ વોને કહ્યું કે આ સ્ટમ્પનો ઉપયોગ મહિલા બિગ બેશમાં કરવામાં આવ્યો છે પરંતુ આ પ્રથમ વખત હશે જ્યારે તેનો ઉપયોગ પુરૂષોની ક્રિકેટ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. આ પછી માર્ક વોએ આ સ્ટમ્પની ખાસિયતો સમજાવી.

વિકેટ: જો કોઈ ખેલાડી આઉટ થાય છે, પછી ભલે તે કોઈપણ રીતે આઉટ થયો હોય, આ સ્ટમ્પ લાલ લાઈટ સાથે જોવા મળશે.
ફોર: જેવો બોલ બેટમાંથી નીકળીને બાઉન્ડ્રીને સ્પર્શે છે, આ સ્ટમ્પ્સમાં વિવિધ પ્રકારની લાઇટ ઝડપથી પ્રકાશિત થતી જોવા મળશે.
સિક્સ: જ્યારે બોલ બેટ સાથે અથડાયને સીધો બાઉન્ડ્રી લાઇનની બહાર પહોંચે છે, ત્યારે આ સ્ટમ્પ પર વિવિધ રંગો સ્ક્રોલ કરતા જોવા મળશે.

આ પણ વાંચોઃ રોહિત-કોહલીથી લઈને ધોની-સ્ટાર્ક સુધી, જાણો કોને IPLમાં કેટલો પગાર મળશે!

નો બોલ: નો બોલ માટે અમ્પાયરના સંકેત પર, આ સ્ટમ્પ પર લાલ અને સફેદ રંગની લાઇટ સ્ક્રોલ કરતી જોવા મળશે.
ઓવરોની વચ્ચે: એક ઓવરના અંત અને બીજી ઓવરની શરૂઆત વચ્ચે સ્ટમ્પ પર જાંબલી અને વાદળી લાઇટ જોવા મળશે.