May 1, 2024

સુરેન્દ્રનગરમાં યુવાનની અનોખી ઉજવણી, રામનવમીએ રામલલ્લાની 1100 મૂર્તિનું વિનામૂલ્યે વિતરણ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ સમગ્ર દેશમાં ગઈકાલે રામનવમીને લઈને ઉજવણીનો માહોલ હતો. ખાસ કરીને, અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી આ પહેલી રામનવમી છે. ત્યારે લોકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે રામનવમીના દિવસે સુરેન્દ્રનગરના એક યુવાને વિનામૂલ્યે ભગવાન શ્રીરામની 1100 જેટલી મૂર્તિઓનું વિતરણ કર્યું હતું.

સુરેન્દ્રનગર શહેરમાં શિવલાલ આણંદજી મકાસણા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રેશભાઇ પટેલે દરેક ઘરમાં રામલલ્લાની મૂર્તિની સ્થાપના થાય તે માટે અયોધ્યામાં બિરાજતા રામલલ્લા જેવી જ આબેહૂબ 1100 મૂર્તિઓ બનાવડાવી છે. તેનું રામ નવમીના દિવસે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ દરેક મૂર્તિ નવ ઇંચની ઊંચાઈ ધરાવે છે અને લોકોના ઘરે ઘરે રામલલ્લા બિરાજમાન થાય તેવી આશા સાથે તેમને આ વિચાર આવ્યો હતો.

તેથી તેમણે 1100 મૂર્તિ બનાવડાવી અને રામનવમીના દિવસે ઘરે ઘરે વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આ મૂર્તિ અનબ્રેકેબલ અને 200 વર્ષ સુધી આ મૂર્તિને કંઈ નહીં થાય તેવું તેમણે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા નગરપાલિકાના પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા વરદ હસ્તે રામભક્તોને રામલલ્લાની મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું હતું.