May 21, 2024

અનુષ્કા શર્મા અનેક મોટી બ્રાન્ડની એડથી કરે છે અધધ… કમાણી

Anushka Sharma Net Worth: અનુષ્કા શર્માનો આજે 35મો જન્મદિવસ છે. જો કે તે ફિલ્મી પડદા પરથી ગાયબ છે, પરંતુ તેની કમાણી દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મો સિવાય પણ અનુષ્કા ઘણા કામોથી સારી એવી કમાણી કરી રહી છે. ખુબ જ ઓછા સમયમાં અનુષ્કા ઘણી બ્રાન્ડ્સનો ચહેરો પણ બની ગઈ છે. આજે તેની ગણતરી બોલિવૂડની સૌથી વધુ કમાણી કરતી અભિનેત્રીઓમાં થાય છે.

અનુષ્કાની નેટવર્થ
અનુષ્કા શર્મા પોતાની એક્ટિંગ અને સફળ કરિયરના કારણે લક્ઝુરિયસ લાઈફ જીવે છે. અભિનેત્રી લગભગ 350 કરોડ રૂપિયાની માલિક છે. વાર્ષિક કમાણીની વાત કરીએ તો અનુષ્કા દર વર્ષે 45 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે. પતિ-પત્ની બંનેની સંયુક્ત નેટવર્થની વાત કરીએ તો તેના પતિ ક્રિકેટર વિરાટ કોહલીની સંપત્તિનો સમાવેશ થાય છે. બંનેની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયા છે. લગ્ન બાદ બંનેએ મુંબઈમાં 34 કરોડ રૂપિયાનો એપાર્ટમેન્ટ ખરીદ્યો હતો. આ સિવાય તેમની પાસે ગુરુગ્રામમાં 80 કરોડ રૂપિયાની પ્રોપર્ટી પણ છે.

આ પણ વાંચો: અમિત શાહના ફેક વિડીયો મામલે MLA જીગ્નેશ મેવાણીએ આપી પ્રતિક્રિયા

ફોર્બ્સ ઈન્ડિયા 2019 કેલેન્ડર લિસ્ટ અનુસાર, આ કપલ ભારતના સૌથી ધનિક કપલ્સમાંથી એક છે. આ સિવાય વિરાટ કોહલી પાસે દિલ્હીમાં એક આલીશાન ઘર છે. વિરાટ અને અનુષ્કા પાસે પણ ઘણી લક્ઝુરિયસ કાર છે. અનુષ્કા શર્માએ માત્ર ફિલ્મો અને જાહેરાતોથી ખૂબ કમાણી કરી છે.

અનુષ્કાના આવકના સ્ત્રોત
એક રિપોર્ટ મુજબ અનુષ્કા શર્મા એક ફિલ્મ માટે 10-12 કરોડ રૂપિયા ફી લે છે. તે જાહેરાતો માટે 4-5 કરોડ રૂપિયાની તગડી ફી લે છે. ફિલ્મો ઉપરાંત તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ, જાહેરાતો, વ્યક્તિગત રોકાણ અને તેના પોતાના વ્યવસાયમાંથી પણ સારી કમાણી કરે છે. આ સિવાય તે ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી પણ કમાણી કરે છે. તેની પાસે 1 કે 2 નહીં પરંતુ 17 કંપનીઓ સાથે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કોન્ટ્રાક્ટ છે. જેમાં રજનીગંધા પર્લ્સ, ફેશન બ્રાન્ડ લેવી, રૂપા એન્ડ કંપની, કેરોવિટ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, પ્યોર ડર્મ, ઈલ 18, સેન્ટ્રમ ઈન્ડિયા, ગીતાંજલિ, પ્રેગા ન્યૂઝ, ગોદરેજ એક્સપર્ટ, પેન્ટેન, બ્રુ કોફી, લિપ્ટન અને પેપ્સીમાંથી મોટી કમાણી કરે છે.

લક્ઝરી કારનું કલેક્શન
અનુષ્કા શર્મા પાસે ઘણી પ્રોપર્ટી છે. મુંબઈમાં પણ એક આલીશાન ઘર છે. આ સિવાય તેના ગેરેજમાં ઘણી મોંઘી કાર છે, જેમાં LED હેડલાઈટ, Audi R8 V10 Plus સ્પોર્ટ્સ કાર છે. મહત્વનું છે કે, એક્ટ્રેસના ઈન્સ્ટા પર 63 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. અભિનેત્રી તેની પુત્રી અને પતિ વિરાટ કોહલી સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં જ તેણે બીજા બાળકને જન્મ આપ્યો છે.