May 7, 2024

Spotify આપશે YouTubeને ટક્કર!

અમદાવાદ: સંગીત દરેક લોકોને સાંભળવું પસંદ આવે છે. ત્યારે હવે YouTube સાથે સ્પર્ધામાં Spotify તૈયાર છે. જેમાં YouTube જેવા તમામ ફીચરની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

સ્પર્ધા કરવાની તૈયારી
Spotifyએ YouTube અને Apple Music સાથે સ્પર્ધા કરવાની તૈયારી કરી લીધી છે. તમને જણાવી દઈએ થોડા જ સમયમાં વપરાશકર્તાઓ Spotify પર લાંબા સમય સુધી મ્યુઝિક વીડિયો જોઈ શકશે. જેમ તમે YouTubeમાં વીડિયો જૂઓ છો એ રીતે જ તમે Spotifyનો અનુભવ કરી શકો છો. કંપની હાલ પોતાના નવા ફીચરનું પરીક્ષણ કરી રહી છે. Spotifyએ ખાતરી આપી છે કે આ નવી સુવિધા જર્મની, ઇટાલી, યુકે, નેધરલેન્ડ, પોલેન્ડ, સ્વીડન, બ્રાઝિલ, કોલંબિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને કેન્યામાં પ્રીમિયમ બીટા માટે આપવામાં આવી રહી છે. આ કંપનીનો ટાર્ગેટ એ છે કે 2030 સુધીમાં 1 બિલિયન યુઝર્સ કરવાના. આ નવું ફીચર આવ્યા બાદ યુટ્યુબ અને એપલ મ્યુઝિક જેવા મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મના યુઝર્સ Spotify તરફ આકર્ષિત થશે.

અપગ્રેડ કરી રહી છે
Spotify પાસે હાલ 239 મિલિયન પ્રીમિયમ સબ્સ્ક્રાઇબર્સ છે. થોડા મહિના પહેલા જ કંપનીએ યુરોપિયન યુઝર્સ માટે સ્ટ્રીમિંગ એપથી જ ઓડિયોબુક્સ સબસ્ક્રાઈબ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી હતી. Spotifyમાં બે મહિના માટે રૂપિયા 59 છે. જોવાનું રહ્યું કે Spotify નવા ફીચર શું YouTubeને ટક્કર મારી શકશે કે નહીં. શું Spotify નવા ફીચર લાવશે તો YouTubeના વપરાશકર્તાઓમાં ઘટાડો થશે કે નહીં, આ તમામ બાબતો પણ ચોક્કસ અંદાજો અત્યારે લગાવવો મુશ્કેલ છે. પરંતુ આવનારા સમયમાં તેનો અંદાજો ચોક્કસ આવી જશે.