May 5, 2024

આ મુશ્લિમ દેશે ભારતને આપ્યો મોટો ઓર્ડર, 1800 કરોડના તોપગોળા ખરીદ્યા

saudi arebia gave more than 1800 crore order indian defence company

ફાઇલ તસવીર

Biggest Order to Indian Defence Company: ઇતિહાસમાં ક્યારેય ન મળ્યો હોય તેવો મોટો ઓર્ડર એક મુશ્લિમ દેશે ભારતીય ડિફેન્સ કંપનીને આપ્યો છે. ભારતની ડિફેન્સ કંપની મ્યૂનિશન્સ ઇન્ડિયા જોડે સાઉદી અરબે 1867 કરોડ રૂપિયાના 155 એમએમ તોપગોળા ખરીદવાનો સોદો કર્યો છે. મધ્ય પૂર્વમાં ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે સાઉદી અરબે ભારત પાસેથી તોપગોળા ખરીદવા માટેના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સોદો રિયાદ ડિફેન્સ એક્સપો દરમિયાન કરવામાં આવ્યો છે.

આ સોદો અત્યાર સુધીમાં ભારતીય ડિફેન્સ કંપનીનો સૌથી મોટો સોદો છે તેવું માનવામાં આવી રહ્યું છે. ભારત સરકારે દેશના હથિયાર કારખાનાઓમાં આઝાદી અને કુશળતા વધારવા માટે 1 ઓક્ટોબર, 2021થી 41 કારખાનાઓને પબ્લિક સેક્ટરની 7 ડિફેન્સ કંપનીઓમાં વહેંચી નાંખી હતી. આ પહેલાં 2017 અને 2019માં યુએઈએ 155 મીમી તોપના 40 હજાર અને 50 હજાર તોપગોળા ખરીદ્યા હતા. 2017માં ઓર્ડરની કિંમત 4 કરોડ ડોલર અને 2019માં 4.6 કરોડ ડોલર હતી. એમઆઈએલ કંપનીએ સોશિયલ મીડિયામાં સોદાની ઘોષણા કરી હતી.

રિયાદ ડિફેન્સ એક્સપો મોટો મંચ
એમઆઈએલ ભારતીય રક્ષા મંત્રાલયની સહાયક કંપની છે. તેટલું જ નહીં, 155 મીમી સિવાય 105 મીમી અને 125 મીમીના તોપગોળો બનાવનારી મોટી કંપની છે. તોપ સિવાય આ કંપની અન્ય કંપનીઓ માટે સૈન્યમાં વપરાતી બીજી વસ્તુઓ જણાવે છે. રિયાદ ડિફેન્સ એક્સપો સાઉદી અરબ માટે દક્ષિણ કોરિયા, ઇરાન અને ચીન સાથે તેના સંબંધો આગળ વધરવા માટે એક સારા મંચ તરીકે કામ કરે છે. એક્સપોમાં રશિયાની પણ હાજરી નોંધનીય છે.

155 મીમીની તોપ વધુ સારી
સુરક્ષિત અંતર સાથે દુશ્મનના ઠેકાણાએ પાક્કુ નિશાન સાધવા માટે સૈન્યમાં 155 મીમીની બોફોર્સ જેવી હોવિત્ઝર તોપની માગ વધારે છે. આ પ્રકારની તોપ 15થી 20 માઇલ એટલે અંદાજે 24થી 32 કિલોમીટર દૂર સુધી લક્ષ્ય પર હુમલો કરે છે. તેનાથી દુશ્મનને આવનારી આફતનો અંદાજો નથી આવતો. સંયુક્ત આરબ અમિરાત અને આર્મેનિયા 155 મીમી તોપગોળા માટે ભારતના ગ્રાહક બન્યાં છે.