May 6, 2024

વર્લ્ડ કપમાં રોહિત શર્મા કેપ્ટન, તો કોણ બનશે વાઇસ કેપ્ટન?

અમદાવાદ: આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં રમાનારા ટી20 વર્લ્ડ કપ પહેલા જય શાહે રોહિત શર્માને લઇ નિવેદન આપ્યું છે. જેમાં કેપ્ટનની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ વાઈસ કેપ્ટન કોણ બનશે તેને લઇને સવાલો થઈ રહ્યા છે.

વાઇસ કેપ્ટનશિપ
વર્લ્ડ કપ આ વર્ષે જૂન મહિનામાં રમાવાનો છે. આ દરમિયાન બીસીસીઆઈ સેક્રેટરી જય શાહએ એક ઈવેન્ટ દરમિયાન જાહેરાત કરી છે. જેમાં રોહિત શર્મા ટી20 વર્લ્ડ કપ દરમિયાન ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. પહેલા કેપ્ટનના નામને લઈને ચાહકોમાં અનેક સવાલો ઉઠતા હતા. પરંતુ હવે જય શાહે આ સવાલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે. હવે વાઇસ કેપ્ટનશિપને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.

પ્રદર્શન શાનદાર રહ્યું
આ વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સારૂ રહ્યું હતું. રોહિત શર્માની કેપ્ટન્સીમાં અત્યાર સુધીમાં 10 મેચ જીતી હતી. જોકે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાની સામે હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જેના કારણે ક્રિકેટ ચાહકોના દિલ તૂટી ગયા હતા. પરંતુ હવે ટીમ ઈન્ડિયા ફરી આગલી મેચને લઈને તૈયાર થઈ રહી છે. વર્ષ 2024માં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે પોતાને તૈયાર કરી રહ્યા છે.

કોણ બનશે વાઇસ કેપ્ટન?
કેપ્ટનના નામની જાહેરાત તો કરી દેવામાં આવી ગઈ છે ત્યારે હવે સલાવ એ છે કે વાઇસ કેપ્ટન કોણ બનશે. હાલ આ સ્થાન માટે 3 નામ આગળ છે. જેમાં પ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ થાય છે. આ ત્રણેય ખેલાડીઓ ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપમાં જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં BCCI કોના નામની જાહેરાત કરે છે તે હવે આગામી સમયમાં ખબર પડશે.

જય શાહનું મોટું નિવેદન
ક્રિકેટ જગતમાં એક અહેવાલ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે BCCIએ એક આદેશ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જે ખેલાડીઓ ઈજાગ્રસ્ત નથી તેઓ માટે સ્થાનિક ક્રિકેટ રમવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ સાથે જ જય શાહે વિરાટના ઈંગ્લેન્ડ શ્રેણીમાં નહીં રમવાના નિર્ણયનું પણ સમર્થન કર્યું છે.