May 19, 2024

T20 વર્લ્ડ કપ 2024 ટુર્નામેન્ટમાં આતંકવાદી હુમલાની ધમકી!

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 પર આતંકી હુમલાનો ખતરો હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ મુજબ ટૂર્નામેન્ટ દરમિયાન કેરેબિયન દેશોમાં આતંકવાદી હુમલાની ધમકીઓ મળી છે. તમને જણાવી દઈએ કે આ ટુર્નામેન્ટ 1 જૂનથી શરૂ થવા જઈ રહી છે.

આતંકવાદી હુમલાની ધમકી
T20 વર્લ્ડ કપ 2024નું આ ટુર્નામેન્ટ અમેરિકામાં થવાનું છે. 1 જૂનથી આ ટુર્નામેન્ટ શરૂ થવાનું છે. જે 20 ટીમો વચ્ચે રમાશે. તમને જણાવી દઈએ કે આ અત્યાર સુધીનો સૌથી મોટો T20 વર્લ્ડ કપ હશે. આ પહેલા T20 વર્લ્ડ કપ 2024માં આટલી ટીમોએ એકસાથે ભાગ લીધો ન હતો. પરંતુ આ ટૂર્નામેન્ટ પર મોટો ખતરો તોળાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. એક રિપોર્ટમાં આપેલી માહિતી અનુસાર ટૂર્નામેન્ટ દરમિયાન કેરેબિયન દેશોમાં આતંકવાદી હુમલાની ધમકીઓ મળી છે. જેના કારણે દરેકનું ટેન્શન વધી રહ્યું છે.

આ પણ વાંચો: શું ગુજરાત ટાઇટન્સનું પ્લેઓફ રમવાનું સપનું હજી પૂરું થઈ શકશે?

આતંકી હુમલાની ધમકી
કેરેબિયન દેશોને પાકિસ્તાનમાં સ્થિત IS-ખોરાસાને નિશાન બનાવવાની ધમકી મળી છે. કેરેબિયન મીડિયામાં ગ્રુપ ‘નાશિર પાકિસ્તાન’ દ્વારા વર્લ્ડ કપ માટે સંભવિત ખતરાની ગુપ્ત માહિતી મળી હતી. આ આતંકવાદી હુમલાને જોઈને કેરેબિયન દેશ ત્રિનિદાદ અને ટોબેગોએ સુરક્ષા એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે ISની અફઘાનિસ્તાન-પાકિસ્તાન શાખાએ એક વીડિયો સંદેશ પણ જાહેર કર્યો છે.T20 વર્લ્ડ કપની મેચો સેન્ટ વિન્સેન્ટ એન્ડ ધ ગ્રેનેડાઈન્સ, ત્રિનિદાદ અને ટોબેગો, વેસ્ટ ઈન્ડિઝ, એન્ટિગુઆ અને બાર્બુડા, બાર્બાડોસ, ગયાના, સેન્ટ લુસિયામાં યોજાશે. બે સેમી ફાઈનલ ત્રિનિદાદ અને ગયાનામાં રમાશે અને ફાઈનલ બાર્બાડોસમાં રમાશે. પાકિસ્તાન અને ભારત વચ્ચેની મેચ ન્યૂયોર્કમાં યોજાશે.