May 6, 2024

કોટક મહિન્દ્રા બેંક પર RBIએ લીધું મોટું પગલું, નવા ગ્રાહકો પર લાગ્યા પ્રતિબંધ

અમદાવાદ: પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંકે કોટક બેંકના ઓનલાઈન કે મોબાઈલ બેકિંગ એપ દ્વારા નવા ગ્રાહક બનાવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સાથે જ RBIએ બેંક દ્વારા નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. કેન્દ્રીય બેંકે એક પ્રેસ રિલીઝમાં આ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત બેંકમાં રહેલી અનેર ઉણપો વિશે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

વર્તમાન ગ્રાહકો પર પ્રતિબંધની અસર નહીં
RBI દ્વારા બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A અંતર્ગત એક્શન લેતા કોટક મહિન્દ્રા બેંકને તાત્કાલિક પ્રભાવથી નવા ગ્રાહકોને જોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, બેંક પોતાના વર્તમાન ગ્રાહકોને બધા પ્રકારની સર્વિસ સારી રીતે આપી શકશે. જેમાં તેના વર્તમાન ક્રેડિટ કાર્ડ ગ્રાહકો પણ સામેલ છે. જેમને પહેલાથી જ સુવિધાઓ મળી રહી છે. તેમને હજુ પણ સુવિધાઓ મળતી રહેશે.

આ પણ વાંચો: ઈઝરાયલ વિવાદના કારણે Googleએ વધુ 20 કર્મચારીઓને કર્યા છૂટા

RBI એ કોટક મહિન્દ્રા બેંકના નવા ગ્રાહકોને જોડવાનું બંધ કરવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્રીય બેંકની પૂર્વ મંજૂરીની સાથે બેંક દ્વારા શરૂ કરવામાં આવતી એક વ્યાપક બહારની ઓડિટ દ્વારા આ પ્રતિબંધની સમીક્ષા કરવામાં આવશે. આ ઓડિટમાં બહાર આવેલી ઉણપોને સૌપ્રથમ દુર કરવામાં આવશે.

RBIના નિશાના પર બેંક
આરબીઆઈ દ્વાર કહેવામાં આવ્યું કે, કોટક મહિન્દ્રા બેંક પર આ કાર્યવાહી વર્ષ 2022-23ના માટે આઈટી એક્સામિનેશનના સમયે બેંકમાં ઘણી પ્રકારની ખામીઓ જોવામાં આવી હતી. બેંકે નક્કી કરેલી સમય મર્યાદામાં એ ખામીઓનું સમાધાન કરવામાં નિષ્ફળ રહી. નિરાકરણ નહીં આવવાના કારણે બેંકની સામે આ પગલું લેવામાં આવ્યું છે.

RBIએ કહ્યું કે, આઈટી રિસ્ક મેનેજમેન્ટ ફ્રેમવર્કના અભાવે બેંકની કોર બેંકિંગ સિસ્ટમ અને તેની ઓનલાઈન અને ડિજિટલ બેંકિંગ ચેનલમાં છેલ્લા બે વર્ષથી વધારે સમયથી આઉટેજ જેવા મળી છે. જેના કારણે ગ્રાહકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કોટક બેંક જેવી રીતે પોતાની આઈટી ઈન્વેન્ટ્રીને મેનેજ કરી રહી છે અને ડેટા સિક્યોરિટીની તેમની જે રીતો છે. તેમાંથી ઘણી ગંભીર ખામીઓ મળી આવી છે.