May 4, 2024

છેતરપિંડી અને ઉત્પીડનના આરોપ સાથે પૂર્વ CEOએ કો-ફાઉન્ડર પર કરી FIR

અમદાવાદ: ટેક સ્ટાર્ટઅપ ઝિલિંગો ફરી એકવાર ચર્ચામાં છે. આ કંપનીના સ્થાપક અને ભૂતપૂર્વ CEO અંકિતિ બોસે ગંભીર આરોપો લગાવતા ઝિલિંગોના સહ-સ્થાપક અને પૂર્વ ચીફ ઓપરેટિંગ ઓફિસર વિરુદ્ધ FIR દાખલ કરી છે. પોતાની છ પાનાની ફરિયાદમાં તેણે બંને પર છેતરપિંડી, જાનથી મારી નાખવાની ધમકી અને જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.

ઝિલિંગો પર રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનો આરોપ
એક અહેવાલ અનુસાર, ઝિલિંગોના EX CEO અંકિતિ બોઝે મુંબઈમાં કંપનીના બે એક્ઝિક્યુટિવ્સ વિરુદ્ધ FIR દાખલ કરી છે. તેમાંથી પ્રથમ ધ્રુવ કપૂર છે, ઝિલિંગોના સહ-સ્થાપક અને બીજા ભૂતપૂર્વ સીઓઓ આદિ વૈદ્ય છે. અંકિતિએ પોલીસને આપેલી છ પાનાની ફરિયાદમાં તેણીએ બંને પર આરોપ મૂક્યો છે કે તેઓ નાણાકીય લાભ મેળવવા માટે તેમને અને ઝિલિંગોના રોકાણકારોને ગેરમાર્ગે દોરીને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો: ‘INDIA ગઠબંધનએ એક વર્ષ, એક PM’ની ફોર્મ્યુલા બનાવી: PM મોદીએ કર્યો દાવો

‘મારા નામે ખોટા સોદા કરીને મને ફસાવવામાં આવ્યો…’
આટલું જ નહીં, ધ્રુપ કપૂર અને આદિ વૈદ્ય વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરતી વખતે અંકિતિ બોસે એવો પણ આરોપ લગાવ્યો કે બંનેએ ખોટા સોદા કર્યા અને મને ફસાવવાની ધમકી પણ આપી. તેણે કંપની સંબંધિત વિવિધ ડેટા અને માહિતી છુપાવી હતી. આ બધાને કારણે મારે કંપની છોડવી પડી. પોતાની ફરિયાદમાં અંકિતિએ વધુમાં લખ્યું છે કે મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને આદિ વૈદ્યએ મારા શેર પણ ખરીદી લીધા છે, જેની કિંમત કરોડોમાં છે. ઝિલિંગોના ભૂતપૂર્વ CEOએ કહ્યું કે, જ્યારે મેં વિરોધ કર્યો ત્યારે મને ગુનાહિત ધમકીઓ આપીને ડરાવવામાં આવી હતી, એટલું જ નહીં, તેણે બંને વિરુદ્ધ જાતીય અને માનસિક ઉત્પીડનનો આરોપ લગાવીને FIR દાખલ કરી છે.

ધ્રુવ કપૂર અને આદિ વૈદ્યે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા
અંકિતિ બોઝના આરોપોનો જવાબ આપતાં ઝિલિંગોના કો-ફાઉન્ડર ધ્રુવ કપૂરે કહ્યું કે, બોઝના ખોટા કામો શંકાસ્પદ છે, જેના કારણે તેમને કંપનીમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે. તેણે કહ્યું કે, અંકિતિએ મારા પર ખોટા અને દુર્ભાવનાપૂર્ણ આરોપ લગાવ્યા છે. તપાસમાં તેનું સત્ય સામે આવ્યું છે અને હવે બદલાની ભાવનાથી તેણે ખોટા આરોપો લગાવ્યા છે. ઝિલિંગોના ભૂતપૂર્વ સીઓઓ આદિ વૈદ્યે આ મામલે કહ્યું છે કે અંકિતિ બોઝ દ્વારા મારા પર લગાવવામાં આવેલા આરોપોનો હેતુ મારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા અને મને હેરાન કરવાનો છે.