May 5, 2024

PM Modi Photos: ભૂટાનના રાજકુમારો સાથે PM મોદીની શાનદાર પળો

PM Modi Bhutan Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય ભૂટાનની મુલાકાતે છે. તેમણે 22 અને 23 માર્ચે ભૂટાનની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુકે લિંગકાના પેલેસમાં પીએમ મોદીની યજમાની કરી હતી. તેમણે પીએમ મોદી માટે ખાનગી ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ રાજકુમારો સાથે શાનદાર પળો શેર કરી.

આ દરમિયાન પીએમ મોદીએ રાજકુમારો સાથે શાનદાર પળો શેર કરી. આ પહેલા વડાપ્રધાન મોદીએ શનિવારે ભૂટાનની બે દિવસીય સરકારી મુલાકાત પૂર્ણ કરી હતી. આ દરમિયાન, તેમણે થિમ્પુને વિકાસ કાર્યોમાં ભારતના સંપૂર્ણ સહયોગની ખાતરી આપી અને આગામી પાંચ વર્ષમાં 10,000 કરોડ રૂપિયાની સહાય આપવાનું વચન આપ્યું. PM મોદીએ ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગે સાથે થિમ્પુમાં ભારતીય સહયોગથી બનેલી મહિલાઓ અને બાળકો માટેની આધુનિક હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

મુલાકાતના સમાપન દરમિયાન, ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને વડાપ્રધાન તોબગે પારો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાન મોદીને વિદાય આપવા આવ્યા હતા.

પીએમ મોદી સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું હતું કે, હું જ્યારે દિલ્હી જવા રવાના થયો ત્યારે મને વિદાય આપવા માટે એરપોર્ટ પર ભૂટાનના મહામહિમ રાજા જિગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક આવ્યા તે માટે હું સન્માન અનુભવુ છું. ભૂતાનની આ ખૂબ જ ખાસ સફર હતી. મને ભૂટાનના રાજા, વડા પ્રધાન શેરિંગ તોબગે અને ભૂટાનના અન્ય મહાનુભાવોને મળવાની તક મળી. મને ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવા બદલ હું આભારી છું.

ભૂટાનના વડા પ્રધાને ‘X’ પર પોસ્ટ કર્યું કે અમારી મુલાકાત લેવા માટે મારા ભાઈ પીએમ મોદીનો ખૂબ ખૂબ આભાર. ન તો તેમનો વ્યસ્ત કાર્યક્રમ, ન તો ખરાબ હવામાન તેમને આપણા દેશની મુલાકાત લેવાનું વચન પૂરું કરતા રોકી શક્યું. આ ચોક્કસપણે મોદીની ગેરંટી લાગે છે!


આ પહેલા શુક્રવારે વડાપ્રધાન મોદીને ભુતાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ આ સન્માન મેળવનાર અન્ય દેશના (ભૂતાન બહાર) પ્રથમ સરકારના વડા છે.