May 6, 2024

પાકિસ્તાનને મોટો ઝટકો: અમેરિકાએ પાકિસ્તાનના મિસાઇલ પ્રોગ્રામ પર પ્રતિંબંધ લગાવ્યો

ઈસ્લામાબાદ: અમેરિકાએ ચીનની ત્રણ કંપની અને બેલારુસની એક કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કંપનીઓના સાધનો પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઈલ પ્રોગ્રામને પૂરા પાડવામાં આવે છે, જેમાં લાંબા અંતરની મિસાઈલોનો પણ સમાવેશ થાય છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આને લગતી માહિતી આપી છે, જે પાકિસ્તાન માટે મોટો ઝટકો છે. ચીન પાકિસ્તાનનું સર્વકાલીન સાથી છે. તે પાકિસ્તાનના મહત્વાકાંક્ષી લશ્કરી આધુનિકીકરણ કાર્યક્રમ માટે શસ્ત્રો અને સંરક્ષણ સાધનોનો મુખ્ય સપ્લાયર છે. પાકિસ્તાની નિષ્ણાતે કહ્યું કે જ્યારે અમે અમેરિકા પાસેથી પૈસા લઈશું ત્યારે આવું દબાણ આવશે.

વિદેશી બાબતોના નિષ્ણાત સાજિદ તરારએ કહ્યું કે, ‘પાકિસ્તાન આજે નબળું છે અને દુનિયા તેને બને તેટલું નબળું પાડવાનો પ્રયાસ કરી રહી છે.’ પાકિસ્તાનના નેતાઓની નિંદા કરતા સાજિદ તરરે કહ્યું કે આજે IMF પાકિસ્તાનની તુલના એવા દેશો સાથે કરે છે જ્યાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. પાકિસ્તાનના નેતાઓએ વિચારવું જોઈએ કે આજે આપણે કઈ સ્થિતિમાં પહોંચી ગયા છીએ. તેમણે વધુમાં કહ્યું કે દુનિયાને પણ આશ્ચર્ય થશે કે પાકિસ્તાન લાંબા ગાળા માટે કેમ કામ કરતું નથી.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય વિવાદમાં કીર્તિ પટેલની એન્ટ્રી, પદ્મિનીબાને ફેંક્યો પડકાર

ઈરાનથી દૂર રહેવાનો સંકેત?
ઈઝરાયલ સાથેના તણાવ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી 22 એપ્રિલે પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. તે પહેલા અમેરિકાએ પ્રતિબંધો લગાવ્યા છે. એવું માનવામાં આવે છે કે આ પાકિસ્તાનને ઈરાનથી દૂર રહેવા અને ગેસ પાઈપલાઈન સાથે ડીલ ન કરવાનો સંદેશ છે. આ અંગે સાજિદ તરારે કહ્યું કે, ‘તમે ઈરાન સાથે પાઈપલાઈન ડીલ કરો કે ન કરો, પાકિસ્તાને મરવું પડશે. કારણ કે જો ડીલ થશે તો અમેરિકા પ્રતિબંધો લગાવશે અને નહીં તો અબજોનો દંડ થશે. આ ડીલ કરનાર વ્યક્તિ સામે કેસ થવો જોઈએ. આ સીધો સંકેત છે. જ્યારે ઈરાન યુદ્ધમાં હોય ત્યારે તેમના રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવું જોઈએ. યુક્રેન યુદ્ધ દરમિયાન ઇમરાન રશિયા ગયા હતા તેવું જ આ છે.

પાકિસ્તાનીઓને ઠપકો આપ્યો
સાજીદ તરારે કહ્યું કે અમેરિકા પૈસા આપે છે અને પછી પ્રતિબંધો લાદી રહ્યું છે. તમને બે રોટલી ખવડાવ્યા પછી કોઈ તમને ચાર વાર થપ્પડ મારતું હોય એવું આ છે. આ ઉપરાંત સાજીદ તરાર ભારતમાં યુપીએસસીના પરિણામો વિશે પણ વાત કરી હતી. તમામ પાસ ઉમેદવારોને અભિનંદન આપતાં તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં સનદી કર્મચારીઓ જુનિયર બ્રિટિશ એજન્ટ છે. જ્યારે તેઓ તેમના બંગલામાં બેસે છે ત્યારે તેઓ પોતાને બ્રિટિશ માને છે. આ જ કારણ છે કે તેઓ પાકિસ્તાનને લૂંટીને લંડનમાં સ્થાયી થયા છે.