સ્ટારલાઈનર સ્પેસ ક્રાફ્ટ સુનિતા વિલિયમ્સને લીધા વિના પૃથ્વી પર પરત ફર્યું
વોશિંગ્ટન: અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૂરી વિલ્મોરને લીધા વિના બોઈંગનું સ્ટારલાઈનર અવકાશયાન પૃથ્વી પર પરત આવી ગયું છે. ત્રણ મહિના સુધી અવકાશમાં અટવાયેલ સ્ટારલાઈનર સ્પેસ સ્ટેશન છોડીને પૃથ્વી તરફ પ્રયાણ કર્યું હતું. અવકાશયાનમાં સમસ્યાને કારણે તે બંને અવકાશયાત્રીઓ વિના પૃથ્વી પર પરત ફર્યું છે. મતલબ કે સુનિતા વિલિયમ્સ અને બુરી વિલ્મોરે પાંચથી છ મહિના સ્પેસ સ્ટેશન પર પસાર કરવા પડશે. સ્પેસએક્સ ક્રૂ-9 દ્વારા ફેબ્રુઆરી 2025માં બંને અવકાશયાત્રીઓને પરત લાવવાની યોજના છે. સ્ટારલાઈનર લગભગ 6 કલાકની મુસાફરી બાદ અમેરિકાના ન્યુ મેક્સિકોના રણ ક્ષેત્રમાં ઉતર્યું છે.
#NASA #Boeing #Starliner – Heat Sheild jettison and drogue chutes out pic.twitter.com/5vlxnFyiNI
— Gene J. Mikulka (@genejm29) September 7, 2024
સ્ટારલાઈનરે શુક્રવારે યુએસ સમય મુજબ સાંજે 6:04 વાગ્યે સ્પેસ સ્ટેશન સફળતાપૂર્વક છોડ્યું હતું. તે 11:17 કલાકે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે તેવી ધારણા હતી પતી પરંતુ તે આજે સવારે 9.32 કલાકે અમેરિકાના રા્જ્ય ન્યૂ મેક્સિકોમાં વ્હાઇટ સેન્ડ સ્પેસ હાર્બર પર ઉતર્યું હતું. સ્ટારલાઈનરના પ્રસ્થાન પછી સુનિતા વિલિયમ્સે મિશન કંટ્રોલને રેડિયો કરી કહ્યું હતું કે, ‘કેલિપ્સોને ઘરે લાવવાનો સમય આવી ગયો છે.’
નાસાની વેબસાઈટ અનુસાર, બોઈંગ કંપનીએ નાસા સાથે મળીને આ સ્પેસયાન બનાવ્યું છે. 5 જૂને સનીતા અને બુરીને ISSમાં મોકલવામાં આવ્યા હતા પરંતુ ટેક્નિકલ સમસ્યાઓના કારણે તેને પરત લાવવા મોકૂફ રખાયું હતું. હવે આ અવકાશયાન ક્રૂ મેમ્બર વિના પરત ફર્યું છે.