November 6, 2024

શિક્ષકોને રજામાં કામનું કમઠાણ | Prime 9 With Jigar |

તમને મનમાં સવાલ થતો હશે કે દિવાળીમાં તો શિક્ષકોને તો જલસા હોય છે ને પણ એવું નથી..કારણ કે શિક્ષણ વિભાગે શિક્ષકોની દિવાળી બગાડી છે. જેમ વિદ્યાર્થીઓને વેકેશનમાં હોમવર્ક મળતું હોય તેમ શિક્ષકોને પણ સરકારી કામનું હોમવર્ક મળ્યું છે અને તેને લઈને શિક્ષકો મેદાને છે. શિક્ષકોને વેકેશનમાં eKYCની કામગીરી સોંપાતા શિક્ષકો રોષે ભરાયા છે. શિક્ષકો કહે છે કે આ કામગીરી અમારી નહીં પુરવઠા વિભાગની છે...