December 11, 2024

રાહુલે આપ્યા ગુડ ન્યૂઝ, ઓસ્ટ્રેલિયા સિરીઝ પહેલા કરી મોટી જાહેરાત

KL Rahul: ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ આજકાલ વધારે ચર્ચામાં જોવા મળી રહ્યો છે. તેના પ્રદર્શનને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. આ તમામ ચર્ચાઓ વચ્ચે કેએલ રાહુલે એક મોટી જાહેરાત કરી છે. રાહુલે પોતાના ચાહકોને સારા સમાચાર આપ્યા છે. જેને સાંભળીને તમે પણ ખુશ થઈ જશો.

 

View this post on Instagram

 

A post shared by Athiya Shetty (@athiyashetty)

રાહુલ બનશે પિતા
રાહુલે કહ્યું છે કે તે જલ્દી પિતા બનવાનો છે. રાહુલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું કે તેના પહેલા બાળકનો જન્મ 2025માં થશે. રાહુલે આ પોસ્ટમાં લખ્યું કે તેના પહેલા બાળકનો જન્મ 2025માં થશે. તમને જણાવી દઈએ કે રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટીએ 23 જાન્યુઆરી 2023ના રોજ લગ્ન કર્યા હતા. ખાસ વાત તો એ છે કે આ મેરેજ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ પહેલા થયા હતા. હવે તેના બાળકની ખુશી પણ આ સિરીઝ પહેલા સંભળાવી છે.

આથિયા શેટ્ટીનો જન્મદિવસ
આથિયાએ થોડા દિવસો પહેલા તેનો જન્મદિવસની ઉજવણી કરી હતી. આ સમયે રાહુલ તરફથી આથિયાને જન્મદિવસની શુભેચ્છાઓ મળી હતી. આથિયા શેટ્ટીની છેલ્લી ફિલ્મની વાત કરવામાં આવે તો તે વર્ક ફ્રન્ટ પર આથિયા છેલ્લે 2019 માં રિલીઝ થયેલી ‘મોતીચૂર ચકનાચૂર’ માં જોવા મળી હતી. તેણે હજુ સુધી તેના આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી નથી. હાલ તો રાહુલ અને આથિયા માં બાપ બનવાના છે.