December 11, 2024

શું ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે?

Champions Trophy 2025: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ 2025માં 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન કરવાનું છે. ક્રિકેટ ચાહકો આ ટાઈમટેબલની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે ચર્ચા થઈ રહી હતી કે શું ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં. BCCIએ આ વાતને સ્પષ્ટ કરી દીધી છે કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે પાકિસ્તાન નહીં જાય.

પાકિસ્તાન જશે કે નહીં
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વર્ષ 2025માં 19 ફેબ્રુઆરીથી ICC ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટનું આયોજન કરશે. જેની તૈયારીઓ ખૂબ ઝડપથી ચાલી રહી છે. જોકે કાર્યક્રમના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી નથી. તેનું કારણ એ પણ છે કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં તેની કોઈ ખાતરી નથી. બીસીસીઆઈએ આઈસીસીને આપેલા તેના જવાબ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરી દીધી છે.

આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત

પાકિસ્તાન નહીં જાય
એક મીડિયાની માહિતી પ્રમાણે ભારત સરકાર તરફથી પાકિસ્તાન સામેની મેચ રમવા માટે ટીમ ન મોકલવાની સલાહ આપવામાં આવી છે. પીસીબી ચીફ મોહસિન નકવીએ થોડા દિવસો પહેલા એક નિવેદનમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી હાઈબ્રિડ મોડલ પર યોજવાની શક્યતાને સંપૂર્ણપણે નકારી કાઢી હતી.ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવાના નિર્ણય પછી ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મેચો હાઈબ્રિડ મોડલ પર આયોજિત કરવામાં આવે, જેમાં ભારતીય ટીમ તેની મેચ UAE અથવા શ્રીલંકામાં રમી શકવાની સંભાવનાઓ છે.