May 2, 2024

આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ : મુકેશ અંબાણી

અમદાવાદ: ગુજરાતી ગાયક કલાકાર આદિત્ય ગઢવી પોતાના ગીતોને લઇને ચર્ચામાં રહેનાર આ વખતે કંઇક અલગ રીતે ચર્ચામાં છે. હાલ આદિત્યએ એક પોસ્ટ શેર કરી છે. જેમા તેણે ખુશી વ્યક્ત કરતા લખ્યું છે કે, “મુકેશભાઇએ નીતાબેનને કીધું કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. Once again thanking Ambani Family for this heartwarming gesture. નોંધનીય છે કે, અંબાણી પરિવાર દ્વારા ગુજરાતી ગાયક કલાકારનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર 7 એપ્રિલ 2024ના રોજ લોકગાયક આદિત્ય ગઢવીનો મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં સૌથી પહેલો શો થયો હતો. આ શો વિશેની પોતાની કેટલીક મહત્વની ક્ષણો વિશે આદિત્ય ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી જણાવી છે. ઉલ્લેખનીય છે કે હાલ આદિત્યે અન્ય કેટલીક તસવીરો શેર કરી છે જેમા મૂકેશ અંબાણી, નીતા અંબાણી અને કોકિલાબેન અંબાણી જોઇ શકાય છે અને સાથે આદિત્ય ગઢવી કેક કરતા જોવા મળી રહ્યા છે.

આદિત્યએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી છે જે વાયુવેગે વાયરલ થઇ રહી છે. જેમા આદિત્યએ ફોટા શેર કરતા લખ્યું છે કે, “આદિત્ય બધા માટે ગાય છે, લાવો આપણે એના માટે ગાઇએ.” અને પછી અંબાણી પરિવારે હેપ્પી બર્થ ડે ગાયું ને એ ક્ષણ મારા માનસમાં જીવનભર યાદ રહે એવી ક્ષણોમાંની એક ક્ષણ બની ગઇ. Once again thanking Ambani Family for this heartwarming gesture.

આદિત્ય ગઢવીએ તાજેતરમાં મુંબઈમાં પોતાનો પહેલો શો રજૂ કર્યો. આ શૉમાં અનેક હસ્તીઓએ હાજરી આપી હતી. જેમાં મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત કોકિલબેન અંબાણીનું નામ પણ સામેલ છે. આદિત્ય ગઢવીએ પોતાના કૉન્સર્ટ દરમિયાન મોર બની થનગાટથી માંડીને પોતાનું લોકપ્રિય બનેલું ખલાસી ગીત પણ ગાઈ સંભળાવ્યું.