ઇઝરાયલના Iron Domeની જેમ, ભારતે પણ તૈયાર કર્યું ‘રક્ષા કવચ’
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/DRDO-Raskha-Kavach.jpg)
DRDO Raksha Kavach: ઇઝરાયલની આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમની ચર્ચા આખી દુનિયામાં થાય છે. હવે ભારતની ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO)એ આયર્ન ડોમ જેવી ડિફેન્સ સિસ્ટમ તૈયાર કરી છે. આ ડિફેન્સ સિસ્ટમને ‘રક્ષા કવચ’ નામ આપવામાં આવ્યું છે. આ રક્ષા કવચની મદદથી દેશની મિલિટ્રી એેસેટની રક્ષણ કરવામાં આવશે. DRDOનું સ્વદેશી રક્ષા કવચ- મલ્ટી લેયર પ્રોટેક્શન એરો ઇન્ડિયા 2025માં પ્રદર્શિત કરવામાં આવ્યું.
DRDO Raksha Kavach, Indigenous IRON DOME..The video will come soon #AeroIndia25 pic.twitter.com/oYL90n9I43
— Technical Astra (@kishanchand_89) February 10, 2025
રક્ષા કવચની વિશેષતાઓ શું છે?
DRDOની ‘રક્ષા કવચ’ એ એક અત્યાધુનિક મલ્ટી-લેયર પ્રોટેક્શન સિસ્ટમ છે, જે સૈનિકો, સશસ્ત્ર વાહનો અને મહત્વપૂર્ણ સંરક્ષણ સંકુલને સુરક્ષા પ્રદાન કરવા માટે રચાયેલ છે. મલ્ટી-લેયર ડિફેન્સ બેલેસ્ટિક, બ્લાસ્ટ અને ઈલેક્ટ્રોનિક પ્રોટેક્શન સહિત અનેક સ્તરનું રક્ષણ પૂરું પાડે છે. તે હળવા વજનના પરંતુ મજબૂત નેનો-ટેકનોલોજી આધારિત સંયુક્ત સામગ્રીનો ઉપયોગ કરે છે, જે તેને વધુ ટકાઉ અને અસરકારક બનાવે છે.
ઝડપથી પ્રતિક્રિયા કરવાની ક્ષમતા
રક્ષા કવચ ખતરાઓનો અંદાજ લગાવવાની અને તાત્કાલિક પ્રતિક્રિયા આપવાની ક્ષમતા છે. તેને વાહનો, સૈનિકોના બખ્તર અને કાયમી સુરક્ષા માળખામાં સરળતાથી એકીકૃત કરી શકાય છે. રક્ષા કવચનો ઉદ્દેશ્ય ભારતીય સશસ્ત્ર દળોને અત્યાધુનિક સુરક્ષા ઉકેલો પૂરા પાડવાનો છે, જેનાથી તેઓ કોઈપણ પ્રકારના યુદ્ધક્ષેત્રના ખતરાનો અસરકારક રીતે સામનો કરી શકે. તે આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનને પણ પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો: ‘…આનો અંત ખરાબ રીતે થશે’, પોપ ફ્રાન્સિસ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગુસ્સે થયા
રક્ષા કવચ હવામાં જ ખતરાને બેઅસર કરશે
રક્ષા કવચની આ અત્યાધુનિક સિસ્ટમ ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વધુ મજબૂત બનાવશે, જે દુશ્મનના હુમલાઓને અસરકારક રીતે અટકાવશે.સેટેલાઇટ આધારિત મોનિટરિંગ સિસ્ટમની સાથે સાથે, ટોહી UAV’s, એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ, હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, કૈલ એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ, ડ્રોન ડિટેક્શન, ઇન્ટરસેપ્શન અને ડિસ્ટ્રક્શન સિસ્ટમ્સ, મીડિયમ પાવર રડાર અરુધરા, હળવા વજનના ટોર્પિડો, ઇલેક્ટ્રોનિક યુદ્ધ પ્રણાલી સાથે ધર્મશક્તિ, લેસર આધારિત ઉર્જા શસ્ત્રો અને ટૂંકા અંતરની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ, સ્વદેશી સુરક્ષિત સેટેલાઇટ ફોન અને એસોલ્ટ રાઇફલ હશે. આ બધાને જોડીને, DRDOએ એક રક્ષા કવચ બનાવ્યું છે જે હવામાં કોઈપણ દુશ્મન ખતરાને બેઅસર કરવાની ક્ષમતા અને કાર્યક્ષમતા ધરાવે છે.