અમદાવાદના દધીચિ, ગાંધી અને સરદાર બ્રિજ પર AMC દ્વારા બ્યુટીફિકેશન કરાશે, 67.22 કરોડના ખર્ચનો અંદાજ

મિહિર સોલંકી, અમદાવાદ: અમદાવાદના દધીચિ, ગાંધી અને સરદાર બ્રિજ પર AMC દ્વારા બ્યુટીફિકેશન કરવામાં આવશે. બ્રિજો પર નવા સ્ટીલ સ્ટ્રકચરમાં થીમ બેઝ રેલીંગ, લાઈટ વેઇટ સ્ટ્રકચર અને ડેકોરેટીવ લાઈટિંગ કરવામાં આવશે.
આ પ્રયોગ સફળ થશે તો વાર તહેવારે લાઈટિંગનો ખર્ચો કરવો પડશે નહિ. સમગ્ર કામગીરીમાં 67.22 કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ લગાવવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ કરવામાં 18 મહિનાની(ચોમાસા સિવાય) સમયમર્યાદા આપવામાં આવશે.