રિયાન પરાગે પોતે ‘વાયરલ યુટ્યુબ વીડિયો વિશે કહી આ વાત, પહેલીવાર તોડ્યું મૌન

Riyan Parag Youtube History: IPL 2024 પછી રિયાન પરાગના એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. . આ વીડિયો વાયરલ થતાની સાથે તેના ચાહકોએ તેની ભારે ટીકા કરી હતી. જોકે આ સમયે રિયાન પરાગે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો ના હતો. આખરે 9 મહિના પછી રાયને આ મામલે પોતાનું મૌન તોડ્યું છે.
આ પણ વાંચો: Gujarat Weather: ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કેવું રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી
રાયને કહી આ વાત
એક મીડિયા સાથેની વાતમાં રાયને કહ્યું કે “મેં IPL પૂરું કર્યું અને અમે તે સમયે ચેન્નાઈમાં હતા. આ પછી મને મારી સ્ટ્રીમિંગ ટીમ તરફથી ડિસ્કોર્ડ કોલ આવ્યો હતો. આ તમામ વાત આઈપીએલ પહેલા થઈ હતી. મારી ડિસ્કોર્ડ ટીમના એક ખેલાડીએ IPL પહેલા મને સેટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને વીડિયોને ઝડપથી હટાવી દેવામાં આવ્યો હતો. જોકે આઈપીએલ પછી આ વીડિયોની ખૂબ ચર્ચા થઈ હતી.