March 18, 2025

Champions Trophy 2025: જાણો ચેમ્પિયન્સ ટ્રોફીના તમામ 8 દેશોની જર્સીની કિંમત

Champions Trophy 2025 All Teams Jersey Price: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરી શરૂ થવાની છે. આ પહેલા તમામ ટીમે સંપુર્ણ તૈયારીઓ કરી દીધી છે. તમામ ટીમે ટુર્નામેન્ટ માટે પોતાની જર્સી જાહેર કરી દીધી છે. આવો જાણીએ કંઈ ટીમની જર્સીની કેટલી કિંમત છે અને કઈ ટીમ પાસે સૌથી મોંઘી અને સસ્તી જર્સી છે. ઘણી ટીમોની જર્સી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે તો ઘણ જર્સી એવી છે કે જે ICC વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

ભારત
બીસીસીઆઈ દ્વારા નવી વનડે જર્સીની જાહેરાત કરાઈ છે. જોકે સત્તાવાર રીતે જર્સી હજુ સુધી લોન્ચ કરાઈ નથી. ICC ની વેબસાઇટ પર ટીમ ઇન્ડિયાની ચેમ્પિયન્સ ટ્રોફી જર્સીની કિંમત 4500 રુપિયા છે. ટીમ ઈન્ડિયાની નવી ODI જર્સીની કિંમતની વાત કરવામાં આવે તો 5999 રૂપિયા છે.

પાકિસ્તાન
પાકિસ્તાન તરફથી ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે જર્સી બહાર પાડી દેવામાં આવી છે. જેની કિંમત 3500 આશરે છે.

અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાનની ટીમ તરફથી પણ ચેમ્પિયન્સ ટ્રોફીની જર્સીની જાહેરાત કરી દેવામાં આવી છે. ICC વેબસાઇટ પર અફઘાનિસ્તાનની જર્સીની કિંમત 4500 રુપિયા રખાઈ છે.

આ પણ વાંચો: Gujarat Weather: ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ કેવું રહેશે? જાણો હવામાન વિભાગની આગાહી

જર્સીની સત્તાવાર રીતે જાહેરાત કરાઈ નથી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેનારી ટીમ ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફી માટેની જર્સી સત્તાવાર રીતે જાહેર કરી નથી. આ ટીમની જર્સી ICCની વેબસાઇટ પર મળી રહેશે. અંદાજે તેમની કિંમત 4500 રુપિયા છે. હવે જોવાનું રહ્યું કે કંઈ ટીમ પોતાની સત્તાવાર રીતે જર્સીની જાહેરાત કરે છે.