May 2, 2024

T20 World Cup 2024માં કેવી રીતે હાર્દિક પંડ્યા બનાવશે જગ્યા?

IPL 2024: આ વર્ષની ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર્દિક પંડ્યાનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. કારણ કે હજૂ સુધી તે આ વખતની IPL 2024માં કોઈ પોતાની એવી ઓળખ બનાવી શક્યો નથી. આ તમામ વાત વચ્ચે ટી20 વર્લ્ડ કપ 2024ની ટીમ ઈન્ડિયામાં તેનું સ્થાન કેવી રીતે બનશે તે સવાલ ચોક્કસ થઈ રહ્યો છે.

અત્યાર સુધીનું પ્રદર્શન
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં હાર્દિક પંડ્યાનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. અત્યાર સુધી આ વખતે તેણે 6 મેચ રમી છે. આમાં તેના ખાતામાં માત્ર 131 રન નોંધાયા છે. તેની એવરેજ 26.20 છે, જ્યારે તે 145.55ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી હતી. હાર્દિકના નામે હજુ સુધી કોઈ પણ અડધી સદી નથી. તે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં 30માં સ્થાન પર છે. હાર્દિકનું ધ્યાન અત્યારે બોલિંગ પર હોય તેવું જોવા મળી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેણે 46 રનમાં એક વિકેટ લીધી છે. છેલ્લી ઓવરના કારણે મુંબઈને ક્યાંક ને ક્યાંક હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હવે થશે ખરી ‘કસોટી’

શિવમ દુબેનો દાવો
હવે આપણે શિવમ દુબેના આંકડાઓ ઉપર નજર કરીએ તો T20 વર્લ્ડ કપ ટીમમાં સામેલ થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. CSK તરફથી શિવમ દુબેએ 6 મેચમાં 242 રન બનાવ્યા છે. દુબેએ અત્યાર સુધીમાં 20 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 66 રન છે. એક વાત અહિંયા એ પણ છે કે હાર્દિક પંડ્યા અને શિવમ દુબેમાંથી માત્ર એક જ ખેલાડીને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે.