May 2, 2024

રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફનો રસ્તો સરળ, જાણો કેવી રીતે

IPL 2024: ગઈ કાલની મેચ બાદ રાજસ્થાન રોયલ્સ ટીમની ટીમ 10 પોઈન્ટ સાથે પ્રથમ છે. KKR અને CSKની ટીમ પણ ટોપ 4માં હાલ છે. ગઈ કાલની મેચ મુંબઈની ટીમે હારી પરંતુ તેનો ફાયદો પંજાબની ટીમને થયો હતો. કાલની મેચ બાદ પંજાબની ટીમ એક સ્થાન આગળ વધી ગઈ છે.

એક સ્થાનનો ફાયદો
ઈન્ડિયન પ્રીમિયર લીગની દરેક મેચ પછી પોઈન્ટ ટેબલમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. મોટા ભાગની ટીમ અત્યાર સુધીમાં 5થી 6 મેચ રમી ચૂકી છે. આ વચ્ચે એક ચર્ચાએ જોર પકડયું છે. વર્ષે કઇ ચાર ટીમો પ્લેઓફમાં પહોંચશે તેને લઈને ચર્ચા થઈ રહી છે. જે ટીમ છેલ્લા સ્થાન પર છે તેઓ હજૂ પણ દાવો કરી રહ્યા છે. પરંતુ હા એમનો રસ્તો હજૂ મુશ્કેલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ તમામ વાત વચ્ચે મહત્વની વાત એ છે કે પંજાબની ટીમે મેચ રમી નહીં છતા તેને ફાયદો થઈ ગયો છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા હવે થશે ખરી ‘કસોટી’

બે જ જીત મળી
હાર્દિક પંડ્યાની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની હાલાત ખુબ ખરાબ જોવા મળી રહી છે. આખરે મુંબઈની મેચ જ્યારે પોતાના ઘરે રમાણી હતી ત્યારે તેમણે આ મેચમાં જીત મેળવી હતી. CSK સામેની હાર બાદ હવે તે 4 પોઈન્ટ ટેબલ પર પહોંચી ગઈ છે. પંજાબની ટીમ હવે એક સ્થાન આગળ વધી ગઈ છે. પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના ચાર-ચાર પોઈન્ટ પર સમાન છે. મુંબઈનો નેટ રન રેટ -0.234 છે, જ્યારે પંજાબ કિંગ્સનો -0.218 છે.

પ્લેઓફની નજીક છે
જો વર્તમાન પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં સૌથી વધારે મજબૂત ટીમ રાજસ્થાનની જોવા મળી રહી છે. હજુ રાજસ્થાનની 8 મેચ બાકી છે. આ 8 મેચમાંથી 4 મેચ જો રાજસ્થાનની ટીમ જીતે છે. તો તેના માટે પ્લેઓફનો બર્થ કન્ફર્મ થઈ જશે. KKR અને CSKના પણ આઠ-આઠ પોઈન્ટ છે. જેના કારણે હજૂ તેમને મેચ જીતવી પડશે. હજુ પણ મેચ રમાશે ત્યારબાદ ટાઈમટેબલમાં ફેરફાર જોવા મળી શકે છે.