May 3, 2024

MI vs CSK: રોહિત શર્માનો આ વીડિયો જોઈ તમે પણ થઈ જશો દુઃખી

ipl 2024: રોહિત શર્માએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 105 રનની અણનમ ઇનિંગ રમી હતી. ગઈ કાલની મેચમાં પોતાની ટીમને જીત તરફ લઈ જઈ શક્યો ના હતો. જેના કારણે રોહિતના ચહેરા ઉપર નિરાશા સ્પષ્ટ જોવા મળી રહી હતી.

હારનો સામનો
મેચ પૂરી થયા બાદ રોહિત શર્મા માથું નમાવ્યા વિના અને કોઈને મળ્યા વિના સીધો પેવેલિયન પરત ફર્યો હતો. હિટમેનનો આ વીડિયો જોઈને ચાહકોનું દિલ ભરાઈ આવ્યું. મુંબઈ ઈન્ડિયન્સને CSKના હાથે 20 રને હારનો સામનો કરવો પડ્યો હતો. મેચમાં હાર્યા બાદ રોહિત નિરાશ જોવા મળી રહ્યો હતો. ટીમને જીત અપાવવામાં તે કઈ ના કરી શક્યો તે તેના ચહેરા ઉપર સ્પષ્ટ જોવા મળી રહ્યું હતું.

રેકોર્ડ પોતાના નામે
તમને જણાવી દઈએ કે IPL 2024માં મુંબઈની ટીમનું પ્રદર્શન ખરાબ જોવા મળી રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છેલ્લે સતત બે મેચ જીતી હતી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 186 રન બનાવવામાં સફળ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં પોઈન્ટ ટેબલના આઠમા સ્થાન પર જોવા મળી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ છ મેચમાં ચાર જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે. જોકે એ વાત અહિંયા મહત્વની છે કે મેચનું પરિણામ ભલે મુંબઈ ઈન્ડિયન્સના પક્ષમાં ના આવ્યું હોય પરંતુ રોહિતે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો: T20 World Cup 2024માં કેવી રીતે હાર્દિક પંડ્યા બનાવશે જગ્યા?

રોહિતનો રેકોર્ડ
રોહિત ઓપનર તરીકે મુંબઈ માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ તેના નામ છે. રોહિતે સચિનને પણ આ રેકોર્ડમાં પાછળ છોડી દીધો છે. રોહિત હવે સચિન કરતા પણ આગળ છે. રોહિતે અત્યાર સુધીમાં T-20 ક્રિકેટમાં 500 સિક્સર પણ પૂરી કરી લીધી છે. જેના કારણે હિટમેન T-20 ક્રિકેટમાં 500 સિક્સર મારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મુકાબલામાં વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિતે આ મામલે સુરેશ રૈનાને પણ પાછળ છોડી દીધો છે.