May 6, 2024

ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ઓડિયો સાથે આ રીતે કરો સેવ

અમદાવાદ: ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ મોટા ભાગના લોકો આજે કરી રહ્યા છે. જેમાં ઇન્સ્ટાગ્રામ તેના વપરાશકર્તા માટે નવી નવી સુવિધાઓ લાવતું રહે છે. ઇન્સ્ટાગ્રામને લઈને આજે અમે તમને એક નવી માહિતી આપવાના છીએ. જેમાં તમે તમારી સ્ટોરીને ઓડિયો સાથે પણ સેવ કરી શકો છો. આવો જાણીએ કે કેવી રીતે કરશો આ સંપૂર્ણ પ્રક્રિયા.

મીડિયાનો ઘણો ક્રેઝ
ઇન્સ્ટાગ્રામ તેના વપરાશકર્તા માટે અનેક સુવિધાઓ લાવતું રહે છે. ફરી એક વાર અમે તમને એવી માહિતી આપવાના છીએ જે ઇન્સ્ટાગ્રામ યુઝરને ખુબ કામ આવી શકે છે. તમને સ્ટોરી રાખવાના શોખીન છો અને એ સ્ટોરીને તમે ડાઉનલોડ કરવા માંગો છો તો તમારા માટે અમે આ માહિતી લઈને આવ્યા છીએ. જોકે અહિંયા એ વાત મહત્વની છે કે તેમે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝને મ્યુઝિક અને ઑડિયોથી સુરક્ષિત કરી શકે નહીં. જેના કારણે તમારે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરવાનો રહેશે. જેના માટે અમે તમને બે રીત જણાવવાના છીએ.

આ પણ વાંચો: WhatsApp પર આવા ફોટા ન મોકલતા, એકાઉન્ટ થઈ જશે બંધ

આ રીતે કરો ડાઉનલોડ
સૌપ્રથમ, Instagram એપ્લિકેશન ખોલો અને તમારી ફીડ અથવા તમારી પ્રોફાઇલ પર સ્ટોરીઝ પર જવાનું રહેશે. ત્યારબાદ તમારે સ્ટોરી પર ટેપ કરવાનું રહેશે. જ્યાં તમારૂ ખૂણામાં તમારું પ્રોફાઇલ ચિત્ર જોવા મળશે. તમને જમણા ખૂણામાં 3-ડોટ મેનૂ પર ટેપ કરો. ત્યાં તમને Save Video ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. અહિંયાથી સ્ટોરી ડાઉનલોડ તો થઈ જશે પરંતુ તમને ત્યાંથી ઓડિયો સાથે સ્ટોરી નહીં મળે. હવે ઓડિયો માટે તમારે સ્ક્રીન રેકોર્ડિંગનો ઉપયોગ પણ કરી શકો છો.

સ્ક્રીન રેકોર્ડિંગનો ઉપયોગ
તમને જણાવી દઈએ કે લગભગ દરેક ફોનમાં તમને સ્ક્રીન રેકોર્ડિંગની સુવિધા મળે છે. આ રીતે કરવાથી તમે વીડિયો લઈ શકો છો. જેમાં તમારે પહેલા સૌથી પહેલા Screen Recorder એપ ઓપન કરો અને રેકોર્ડિંગ શરૂ કરવાનું રહેશે. તમે જે સ્ટોરી રેકોર્ડ કરવા માંગો છો તેને ટેપ કરવાનું રહેશે. અહિંયા એ ચોક્કસ જોઈ લ્યો કે તમે એકવાર વાર્તા રેકોર્ડ થઈ જાય પછી રેકોર્ડિંગ બંધ કરો. રેકોર્ડ કરેલ વિડિયોને માત્ર વાર્તાના ભાગમાં ટ્રિમ કરો અને તેને સંપાદિત કરવાનું રહેશે. આમ કરવાથી તમારી સ્ટોરી સંગીતની સાથે સાચવવામાં આવશે.