January 22, 2025

ગુજરાત કેડરના વર્ષ 2021-22ના IPSની વિવિધ પદ પર નિમણૂક

અમદાવાદઃ ગુજરાત કેડરના વર્ષ 2021-22ના IPSની વિવિધ પદ પર ભરતી કરવામાં આવી છે. જેમાં કુલ 8 આઇપીએસને નવી ઉભી કરવામાં આવેલી જગ્યાએ મૂકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આઠેય IPSની હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી થતા તેમને ફરજ પર મૂકવામાં આવ્યા છે.

નવી નિમણૂક કરાયેલા IPS

1. વાગીશા જોશી – મદદનીશ પોલીસ અધિક્ષક, ધંધુકા
2. સુમન ઝાલા – મદદનીશ પોલીસ અધિક્ષક, દાંતા
3. સિમરન ભારદ્વાજ – મદદનીશ પોલીસ અધિક્ષક, ધોરાજી
4. આયુષ જૈન – મદદનીશ પોલીસ અધિક્ષક, દહેગામ
5. જયવીર ગઢવી – મદદનીશ પોલીસ અધિક્ષક, ધારી
6. પ્રતિભા – મદદનીશ પોલીસ અધિક્ષક, લાલપુર
7. રોહિત કુમાર – મદદનીશ પોલીસ અધિક્ષક, વિસાવદર
8. અજય કુમાર – મદદનીશ પોલીસ અધિક્ષક, ઝઘડીયા