May 4, 2024

ઈડીએ અરવિંદ કેજરીવાલને મોકલ્યું 8મું સમન્સ, 4 માર્ચે હાજર થવા કહ્યું…!

ED Summons Arvind Kejriwal: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી સમન્સ મોકલ્યા છે. દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસ એજન્સી EDએ કેજરીવાલને 4 માર્ચે પૂછપરછ માટે બોલાવ્યા છે. અગાઉ કેજરીવાલને 7 સમન્સ મોકલવામાં આવ્યા હતા.પરંતુ તેણે તેમને ગેરકાયદેસર કહ્યા અને હાજર ન થયા. હવે EDએ ફરીખી 8મું સમન્સ કેજરીવાલને મોકલ્યું છે.

નોંધનીય છે કે કેજરીવાલ સામે દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં ગોટાળાના આરોપો છે.આ મામલે સીબીઆઈ તપાસ કરી રહી છે અને સાથે સાથે ED આ કેસની તપાસ મની લોન્ડરિંગના એંગલથી કરી રહી છે. કેન્દ્રીય એજન્સીઓએ આ કેસમાં અત્યાર સુધીમાં AAPના બે મોટા નેતાઓ મનીષ સિસોદિયા અને સંજય સિંહની ધરપકડ કરી છે. EDએ કેજરીવાલને પૂછપરછ માટે 7 સમન્સ મોકલ્યા છે. અગાઉ 22 ફેબ્રુઆરીએ EDએ કેજરીવાલને 7મું સમન્સ મોકલ્યું હતું અને 26 ફેબ્રુઆરીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરંતુ કેજરીવાલ હાજર થયા ન હતા. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે અને તેની સુનાવણી 16 માર્ચે છે. વધુમાં કેજરીવાલે કહ્યું રોજ સમન્સ મોકલવાને બદલે EDએ કોર્ટના નિર્ણયની રાહ જોવી જોઈએ.

EDએ ક્યારે મોકલ્યું સમન્સ?

ક્યારે મોકલ્યું  સમન્સ હાજર/ગેરહાજર
2 નવેમ્બર પ્રથમ સમન્સ ગેરહાજર
21 ડિસેમ્બર બીજું સમન્સ ગેરહાજર
3 જાન્યુઆરી ત્રીજું સમન્સ ગેરહાજર
17 જાન્યુઆરી ચોથું સમન્સ ગેરહાજર
2 ફેબ્રુઆરી પાંચમું સમન્સ ગેરહાજર
14મી ફેબ્રુઆરી(19મી ફેબ્રુઆરીએ
પૂછપરછ માટે બોલાવ્યા હતા)
6ઠ્ઠું સમન્સ ગેરહાજર
22 ફેબ્રુઆરી (26 ફેબ્રુઆરીએ
પૂછપરછ માટે બોલાવ્યા હતા)
7મું સમન્સ ગેરહાજર
27 ફેબ્રુઆરી (4 માર્ચે
પૂછપરછ માટે બોલાવ્યા હતા)
8મું સમન્સ સસ્પેન્સ

શું છે દિલ્હીનું કથિત દારુ કૌભાંડ?
દિલ્હી સરકારે 17 નવેમ્બર 2020ના રોજ નવી લિકર પોલિસી નીતિ લાગુ કરી હતી. 22 જુલાઈ 2022ના રોજ ગવર્નર વી.કે. સક્સેનાએ કથિત નિયમના ઉલ્લંઘન અને આબકારી નીતિમાં ખામીઓની ફરિયાદ પર સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી. હકિકતે દિલ્હીના મુખ્ય સચિવના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે દારૂના લાયસન્સધારકોને અનુચિત લાભ આપવા માટે દારૂ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ વિવાદ વધ્યા બાદ, 28 જુલાઈ, 2022 ના રોજ આબકારી મંત્રી મનીષ સિસોદિયાએ વિભાગને જૂની એક્સાઈઝ નીતિ લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. ઓગસ્ટ 2022ના રોજ સીબીઆઈએ આ કેસમાં એફઆઈઆર નોંધી હતી અને આ કેસમાં EDની એન્ટ્રી 22 ઓગસ્ટ 2022ના રોજ થઈ હતી. 26 ફેબ્રુઆરીએ CBIએ મનીષ સિસોદિયાની ધરપકડ કરી હતી અને સંજય સિંહની પણ 4 ઓક્ટોબરે ધરપકડ કરવામાં આવી હતી.

EDના સમન્સ ગેરકાદેસર: કેજરીવાલ
EDને મોકલવામાં આવેલા પત્રમાં કેજરીવાલે કહ્યું હતું કે તેઓ દરેક કાયદાકીય સમન્સ સ્વીકારવા તૈયાર છે, પરંતુ આ ED સમન્સ પણ અગાઉના સમન્સની જેમ ગેરકાયદેસર છે. તેણે તેને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને તેને પાછી ખેંચવાની માંગ કરી હતી. અગાઉ કેજરીવાલે કહ્યું હતું કે મેં મારું જીવન ઈમાનદારી અને પારદર્શિતા સાથે જીવ્યું છે. મારી પાસે છુપાવવા માટે કંઈ નથી.