May 5, 2024

ગાયની ખરીદી કરવા નીકળેલો ખેડૂત મોટી મુશ્કેલીમાં મૂકાયો

અમદાવાદ: ઓનલાઈન છેતરપીંડી થવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ આ ઓનલાઈન માફિયાઓ કેટલી હદ સુધી તમને છેતરી શકે છે તે તમે વિચારી નહીં શકો. આવો જ એક બનાવ સામે આવ્યો છે જેને વાંચીને તમને પણ નવાઈ લાગશે.

લાલચ આપીને ફસાવી દીધા
મોટા ભાગના લોકો ઓનલાઈન ખરીદી કરતા થયા છે. પરંતુ એક ખેડૂતને ગાયની ઓનલાઈન ખરીદી કરવી મોંઘી પડી છે. વાત જાણે એમ છે કે એક ખેડૂતે ઓનલાઈન ગાયની ખરીદી કરી હતી. જેમાં આ ગાય સસ્તી મળી રહી હતી. ઓનલાઈન ડિસ્કાઉન્ટનો લાભ લેવા ખેડૂતે ઓનલાઈન આ ગાયને બૂક કરાવી હતી. આ ખેડૂતે 2 દિવસમાં હજારો રુપિયા ગુમાવ્યા હતા. આ બનાવ હરિયાણાના ગુરુગ્રામમાં બન્યો હતો. આ બનાવ પરથી કહી શકાય કે ઓનલાઈન ગાય કે પશુઓની ખરીદી કરવી સલામત નથી.

ગુનેગારોની જાળમાં ફસાઈ ગયો
એક ડેરી ફાર્મરે ગાયની ઓનલાઈન જાહેરાત જોઈ ખેડૂતે તેને ઓર્ડર આપવાનો નિર્ણય કર્યો હતો. આ જાહેરાતમાં ચાર ગાયો 95,000 રૂપિયામાં મળી રહી હતી. જેના કારણે ખેડૂતને આ ગાયને ખરીદવાનું મન થઈ ગયું હતું. જોકે સરકારે સાયબર ફ્રોડના કેસો શેર કર્યા છે. આ ખેડૂતે 19 અને 20 ફેબ્રુઆરીએ ચાર હપ્તામાં એડવાન્સ પેમેન્ટ તરીકે રૂપિયા 22,000 આપ્યા હતા. પૈસા આપી દીધા પછી તેને અંદાજો આવ્યો કે તે ગુનેગારોની જાળમાં ફસાઈ ગયો છે.

છેતરપિંડીનું જોખમ
ઓનલાઈન ખરીદી કરતી વખતે હમેંશા સાવધાન રહો. કારણ કે તમારી સાથે પણ ફોર્ડ થઈ શકે છે. આ બનાવ બનતાની સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ હાલ આ અંગે તપાસ કરી રહી છે. તમારે એક વાત ચોક્કસ યાદ રાખવી જરૂરી છે કે જે તે ખરીદી તમે ઓનલાઈન કરો છો તો તેમાં છેતરપિંડીનું જોખમ વધારે રહેલું છે.