December 24, 2024

IPL 2024: તિલક વર્માએ IPLમાં કર્યું મોટું કારનામું!

IPL 2024: ગઈ કાલે પંજાબની ટીમ અને મુંબઈની ટીમની મેચ હતી. જેમાં મુંબઈ ઈન્ડિયન્સનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવેલા તિલક વર્માએ 18 બોલનો સામનો કરીને 34 રનની અણનમ ઈનિંગ રમી હતી. જે સ્કોર 192 સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

ખાસ યાદીમાં સ્થાન
હાર્દિક પંડ્યાની કપ્તાની હેઠળ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં જીવમાં ફરી જીવ આવ્યો છે. શરૂઆતમાં મુંબઈની ટીમનું ખુબ ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. સૂર્યકુમાર યાદવે 78 રનની ઈનિંગ રમી હતી. તિલક વર્માએ જોરદાર ઈનિંગ રમી છે. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગાની માર્યા હતા. માત્ર 18 રનની અણનમ ઝડપી ઈનિંગ રમીને ટીમના સ્કોરને 190થી આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તિલક વર્માનું એટલું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું કે તેણે પોતાનું અલગ સ્થાન બનાવી લીધું છે.

આ પણ વાંચો: રૈનાના ઇશારાથી ધોનીની મોટી વાત ખુલી, ચાહકો ખુશ થઈ જશે

સિક્સર મારનાર ખેલાડીઓ
21 વર્ષની ઉંમર સુધી IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો ઋષભ પંતે 94 છગ્ગા, તિલક વર્માએ 50 છગ્ગા, યશસ્વી જયસ્વાલે 48 છગ્ગા, પૃથ્વી શો એ 45 છગ્ગા, સંજુ સેમસને 38 છગ્ગા લગાવ્યા છે. તિલક હવે એવો ખેલાડી બની ગયો છે કે જે ઋષભ પંત પછી 21 વર્ષની ઉંમરે IPLમાં 50 સિક્સરનો આંકડો સ્પર્શનાર બીજો ખેલાડી બની ગયો છે.

એવરેજથી રન બનાવ્યા
IPL 2024માં મુંબઈ ઈન્ડિયન્સ ટીમની શરૂઆત ભલે સારી ના રહી હોય, પરંતુ તિલક વર્માની ચોક્કસ જોરદાર બેટિંગ જોવા મળી હતી. જેનાથી ક્રિકેટ ચાહકો પ્રભાવિત થયા છે. તેણે 7 ઇનિંગ્સમાં તિલક 41.60ની એવરેજથી 208 રન બનાવ્યા છે. આઈપીએલની તેની કારકિર્દીની વાત કરવામાં આવે તો તેણે 32 મેચમાં 39.5ની એવરેજમાં 948 રન બનાવ્યા છે, જેમાં 4 અડધી સદી સામેલ છે.