May 2, 2024

રૈનાના ઇશારાથી ધોનીની મોટી વાત ખુલી, ચાહકો ખુશ થઈ જશે

IPL 2024: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના પૂર્વ કેપ્ટન એમએસ ધોની પણ IPLની આગામી સિઝનમાં રમી શકે છે. આ વાતનો એંધાણ એક નાનકડા ઈશારા પરથી આવ્યો છે. પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ Jio સિનેમાના એક કાર્યક્રમમાં આ દાવો કર્યો છે. તારીખ 14 એપ્રિલના રોજ, ધોનીએ વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. આ મેચ બાદ યોજાયેલા ચર્ચા કાર્યક્રમમાં એન્કરે ધોનીના ફોરવર્ડ રમવા પર સવાલ ઉઠાવ્યા હતા. જેની ચાહકોમાં પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એન્કરે આ સવાલ પહેલા કાર્યક્રમમાં હાજર પૂર્વ ફાસ્ટ બોલર આરપી સિંહને પૂછ્યો હતો. તેના પર સિંહે કહ્યું- રૈના આનો વધુ સારો જવાબ આપી શકશે. પણ વાત વાત માં વાત ધોની ની થતી રહી

નિવૃત્તિ અંગે અટકળો
ધોની 42 વર્ષનો થઈ ગયો છે. તેણે 15 ઓગસ્ટ 2020 ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. 2023થી તેની IPL નિવૃત્તિ અંગે અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવતું હતું કે વર્ષ 2023 ધોનીનું છેલ્લું વર્ષ હશે, પરંતુ લખનૌના સ્ટેડિયમમાં રમાયેલી મેચ દરમિયાન, ટોસ પછી કોમેન્ટેટર ડેની મોરિસને ધોનીને પૂછ્યું, શું તમે તમારી છેલ્લી સિઝનનો આનંદ માણી રહ્યા છો? ધોનીએ જવાબ આપતા કહ્યું, ‘તમે નક્કી કર્યું છે કે આ મારી છેલ્લી IPL છે.’ આ પછી ધોની હસવા લાગ્યો. મોરિસને કહ્યું કે ધોની આવતા વર્ષે પણ રમતા જોવા મળશે. એમના હાસ્યમાં એક મોટો જવાબ હતો.

આ પણ વાંચો: આજે PBKS અને MI વચ્ચે ‘મહામુકાબલો’

છગ્ગાનો સમાવેશ થાય
આઈપીએલની આ સિઝનની શરૂઆત પહેલા ચેન્નાઈની કપ્તાની ઋતુરાજ ગાયકવાડને સોંપવામાં આવી હતી. આવી સ્થિતિમાં, અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આઈપીએલમાં ધોનીનું આ છેલ્લું વર્ષ હશે. પણ એવું છે નહીં, કારણ કે એક ઈશારો મોટા ક્રિકેટર એ કરી દીધો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સ સામે મુંબઈમાં રમાયેલી મેચમાં છેલ્લા ચાર બોલમાં 20 રન બનાવ્યા હતા. તેણે સતત ત્રણ બોલમાં સિક્સર ફટકારી અને એક બોલ પર 2 રન લીધા. દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં પણ તેણે 16 બોલમાં 37 રન બનાવ્યા જેમાં ચાર ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સિઝનમાં ચાર મેચોમાં તેને નીચલા ક્રમમાં બેટિંગ કરવાની તક મળી અને તેણે 59 રન બનાવ્યા.