May 2, 2024

ડ્રીમ-11માં આ 11 ખેલાડીઓને પસંદ કરો, જીતવાની સૌથી વધુ સંભાવના

IPL 2024: IPLની 17મી સિઝનમાં આજે લખનઉ અને ચેન્નાઈની ટીમ વચ્ચે મુકાબલો થવાનો છે. લખનૌની ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે. ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

ખેલાડીઓ સામેલ
ઇન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે છે. આજની મેચ લખનૌમાં રમાવાની છે. લખનૌ માટે આ મેચ ખુબ મહત્વની છે. કારણ કે 6 મેચ રમ્યા બાદ હજૂ સુધી 3માં જ જીત પ્રાપ્ત કરી શકી છે. જેના કારણે તે પોઈન્ટ ટેબલમાં 6 પોઈન્ટ સાથે પાંચમાં સ્થાન પર છે. ચેન્નાઈની ટીમની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને તેમાંથી 2માં હાર અને 4માં જીત થઈ છે.

આ પણ વાંચો: IPL 2024: તિલક વર્માએ IPLમાં કર્યું મોટું કારનામું!

મહત્વપૂર્ણ ખેલાડી
લખનૌ સુપર જાયન્ટ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ માટે તમે તમારી ડ્રીમ 11 ટીમમાં વિકેટકીપર તરીકે 2 ખેલાડીઓને પસંદગી કરવામાં આવી શકે છે. જેમાંથી એક કેએલ રાહુલ છે અને બીજો નિકોલસ પૂરન છે. આ બંનેનું આ સિઝનમાં સારૂ પ્રદર્શન બેટિંગમાં જોવા મળ્યું હતું. નિકોલસ પૂરનની જો વાત કરવામાં આવે તો છેલ્લી મેચમાં 45 રનની ઈનિંગ રમી હતી. બેટ્સમેનમાં અજિંક્ય રહાણે, ઋતુરાજ ગાયકવાડ, આયુષ બદોની, શિવમ દુબે જોવા મળી શકે છે. લખનૌની પીચ ધીમી છે. જેના કારણે CSK માટે ખૂબ જ મહત્વપૂર્ણ ખેલાડી સાબિત થઈ શકે છે.

સમાવેશ થઈ શકે છે
ઓલરાઉન્ડર ખેલાડીમાં રવિન્દ્ર જાડેજાને સામેલ કરી શકો છો. બોલરો તરીકે તમારી ટીમમાં મતિશા પથિરાના, રવિ બિશ્નોઈ અને મુસ્તાફિઝુર રહેમાનનો સમાવેશ થઈ શકે છે. વિકેટકીપરમાં કેએલ રાહુલ, નિકોલસ પૂરન, બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, અજિંક્ય રહાણે (કેપ્ટન), આયુષ બદોની, ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (વાઈસ કેપ્ટન), માર્કસ સ્ટોઈનિસ, બોલર – મતિશા પથિરાના, મુસ્તાફિઝુર રહેમાન, રવિ બિશ્નોઈ આ ખેલાડીઓ હોવાની સંભાવનાઓ છે.

(ડિસ્ક્લેમરઃ ઉપરોક્ટ માહિતીની ન્યૂઝ કેપિટલ પુષ્ટિ કરતું નથી. ડ્રીમ-11માં રમનારા વ્યક્તિઓ રિઝલ્ટ માટે પોતે જવાબદાર રહેશે.)