May 7, 2024

ગુજરાત ટાઇટન્સ ટીમના ખેલાડીએ કર્યો મોટો નિર્ણય

અમદાવાદ: ઓસ્ટ્રેલિયન ટીમના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ જાહેરાત કરતાની સાથે જ તેમના ચાહકોને ચોંકાવી દીધા હતા. આ ખેલાડીએ 36 વર્ષની ઉંમરમાં તેમની નિવૃત્તિના નિર્ણયે દરેકને ચોંકાવી દીધા હતા.

ગુજરાત ટાઇટન્સ ટીમનો ભાગ
ઓસ્ટ્રેલિયન ટીમના વિકેટકીપર બેટ્સમેન મેથ્યુ વેડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. વેડ તેની છેલ્લી મેચ 21 થી 25 માર્ચ દરમિયાન યોજાનારી વર્તમાન શેફિલ્ડ શિલ્ડ સિઝનની અંતિમ મેચમાં રમશે. તમને જણાવી દઈએ કે આ ફાઈનલ મેચમાં રમવાના કારણે, વેડ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે નહીં. મેથ્યુ વેડે પોતાના નિર્ણયને લઈને સ્પષ્ટતા કરી દેવામાં આવી છે.

ટ્રોફી જીતવામાં સફળ
મેથ્યુ વેડને ઓસ્ટ્રેલિયા માટે 36 ટેસ્ટ મેચ રમવાની તક મળી હતી. જે તેણે 2012 થી લઈને 2021 વચ્ચે રમી હતી. હોબાર્ટમાં જન્મેલા વેડ 4 વખત શિલ્ડ ટાઈટલનો તાજ જીતી ચૂક્યા છે. જેમાંથી 4 માંથી 2 વખત તેની કેપ્ટનશિપમાં જીત મળી હતી. તેણે પોતાના એક નિવેદનમાં માહિતી આપી કે સૌથી પહેલા હું મારા પરિવાર, પત્ની અને બાળકોનો આભાર માનું છું. પરંતુ મારી કારકિર્દીની સૌથી યાદગાર ક્ષણ હંમેશા એ રહેશે જ્યારે મેં બેગી ગ્રીન કેપ પહેરી અને મારા દેશ માટે મેચ રમી હતી. તે હું હમેંશા યાદ રાખીશ.