February 12, 2025

આ રાજ્યમાં બીયર 15% થઈ મોંઘી, કેમ કરાયો ભાવ વધારો આવો જાણીએ

Beer Price Hike: જે લોકો બીયર પીવાના શોખીન છે તેમના માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. કારણ કે 15 ટકા વધુ પૈસા ચૂકવવા પડશે. તેનું કારણ એ છે કે યુનાઇટેડ બ્રુઅરીઝે ગયા મહિને તેલંગાણા બેવરેજ કોર્પોરેશન લિમિટેડે બીયર સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે.

આ પણ વાંચો: IND vs ENG: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રોહિત બનાવી શકે છે આ મોટો રેકોર્ડ

કંપનીએ સપ્લાય બંધ કરવા પાછળ બે કારણો
બીયરના ભાવમાં 15 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ ભાવ આજથી જ લાગુ કરી દેવાયો છે. કંપનીને તેલંગાણામાં તેની બીયરનો પુરવઠો બંધ કરવો પડ્યો હતો જેનું કારણ એ છે કે સરકારના વલણના કારણે કંપનીને નુકસાન થઈ રહ્યું હતું.મહત્વની વાત તો એ છે કે આ કંપની દેશભરમાં 12 બોટલના 6 કરોડ બોક્સ વેચે છે. ખુદ તેલંગાણામાં, રાજ્ય સરકાર પોતે કંપનીઓ પાસેથી દારૂ ખરીદે છે અને બધી દુકાનોમાં સપ્લાય કરે છે. તેલંગાણામાં બીયરનો ભાવ 300 રુપિયા છે.