ISRO: ચંદ્ર પર 2035 સુધીમાં ભારતનું સ્પેસ સ્ટેશન હશે
ISRO: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) અવકાશ ક્ષેત્રે સતત પ્રગતિ કરતા જોવા મળી રહ્યું છે. ભારત સરકાર પણ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા પર ભાર મૂકી રહ્યું છે. વર્ષ 2035 સુધીમાં અંતરિક્ષમાં સ્પેસ સ્ટેશન સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ લક્ષ્યાંક રાષ્ટ્રીય સ્તરની સમિતિની બેઠકમાં કરવામાં આવ્યો છે.
ચંદ્રયાન મિશન ઝડપથી આગળ
આ વાત ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને આઈઆઈટી ઈન્દોરના અધ્યક્ષ ડૉ. સિવને માહિતી આપતા જણાવ્યું કે ઈસરો અવકાશ ક્ષેત્રે અનેક મિશન પર એક સાથે હાલ કામ કરી રહ્યું છે. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ ચંદ્રયાન મિશન પર આગળ વધી રહ્યું છે. ઈસરોએ પણ ચંદ્રયાન-4 પર કામ ચાલું છે. જેમાં આ મિશન હેઠળ ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે અને ત્યાંથી અલગ અલગ સેમ્પલ લેશે અને પૃથ્વી પર પરત ફરશે. આ પછી આ સેમ્પલ પર સંશોધન ચાલું રાખવામાં આવશે.
આ પણ વાંચો: Agnibaan Sorted સફળતાપૂર્વક લોન્ચ, ISROએ આપ્યા અભિનંદન
માનવ મોકલવાનું મિશન
ડૉ. સિવને કહ્યું કે ભારત ચંદ્ર પર માનવ મોકલવાના મિશન પર કાર્ય કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2040 સુધીમાં તેને પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. પીએમ મોદીએ આ મિશન શરૂ કર્યું છે અને તેનું નિરીક્ષણ પણ કરી રહ્યા છે. આ મિશન માટે તમામ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગગનયાન પ્રોજેક્ટ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે.