October 8, 2024

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં AAPના સૂપડાં સાફ, J&Kમાં ખાતું ખુલ્યું

Jammu and Kashmir Assembly Elections: હરિયાણામાં આમ આદમી પાર્ટીએ જોરશોરથી વિધાનસભા ચૂંટણી લડી છે. જોકે, આમ આદમી પાર્ટીનો હરિયાણામાં એક પણ ઉમેદવાર ચૂંટણી જીતી રહ્યો નથી. બીજી બાજુ, જમ્મુ-કાશ્મીરમાં પહેલીવાર આમ આદમી પાર્ટી (AAP)ને એક બેઠક મળી અને ખાતું ખુલી ગયું છે.

ડોડા સીટ AAP જીતી
ડોડા વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિક જીત્યા છે. મેહરાજ મલિકે ભાજપના ઉમેદવારને 4548 મતોથી હરાવ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મેહરાજ મલિકને 22611 વોટ મળ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગજયસિંહ રાણાને 18063 મળ્યા છે.

કેજરીવાલે અભિનંદન પાઠવ્યા હતા
જમ્મુ-કાશ્મીરમાં આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી છે. અરવિંદ કેજરીવાલે પહેલા જ પાર્ટીને ચૂંટણીમાં જીત બદલ અભિનંદન પાઠવ્યા છે. અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ડોડાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેહરાજ મલિકને ભાજપને હરાવીને શાનદાર જીત બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમે બહુ સારી રીતે ચૂંટણી લડી છે. આ સાથે કેજરીવાલે કહ્યું કે પાંચમા રાજ્યમાં ધારાસભ્ય બનવા પર સમગ્ર આમ આદમી પાર્ટીને અભિનંદન.

નેશનલ કોન્ફરન્સનો જંગી વિજય
જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે જંગી જીત મેળવી છે. એનસી 41 સીટો પર આગળ છે. કોંગ્રેસ 6 સીટો પર આગળ છે. જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી 29 સીટો પર આગળ ચાલી રહી છે.