November 6, 2024

બીજી T20 મેચ માટે દિલ્હી પહોંચી ટીમ ઈન્ડિયા, સૂર્યકુમાર યાદવે કર્યો ડાન્સ

India vs Bangladesh 2nd T20: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી T20 મેચ આવતીકાલે રમાશે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ સરળ રીતે જીત પ્રાપ્ત કરી હતી. પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. હવે ટીમ ઈન્ડિયાનું ધ્યાન બીજી મેચ જીતવા ઉપર છે. જેના માટે ટીમ ઈન્ડિયા હાલ દિલ્હી પહોંચી ગઈ છે.

સૂર્યકુમાર યાદવે કર્યો ડાન્સ
BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયા ગ્વાલિયરથી દિલ્હી જતી જોવા મળે છે. આ પછી ટીમ ઈન્ડિયા જેવી દિલ્હી પહોંચી હતી તેનું દિલ્હીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે સંજુ સેમસન, રિંકુ સિંહ, નીતીશ રેડ્ડી બસમાં હોટલ જતા જોવા મળી રહ્યા હતા. આ વચ્ચે ટીમના કેપ્ટન ડ્રમના તાલે ડાન્સ કરી રહ્યો હતો. આ વીડિયોમાં ખેલાડીઓની ઘણી ફની પળો જોવા મળી હતી.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપ 2024 માટે ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમની જાહેરાત

માત્ર એક જ મેચ જીતી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 15 T20 ઈન્ટરનેશનલ મેચ રમાણી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 14 મેચમાં જીત પ્રાપ્ત કરી છે અને બાંગ્લાદેશ માત્ર એક જ વખત જીત્યું છે. બાંગ્લાદેશે વર્ષ 2019માં ટીમ ઈન્ડિયા સામે દિલ્હીના મેદાન પર માત્ર 1 મેચ જીતી છે. બાકીની તમામ મેચમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ છે.

T20 શ્રેણી માટે બંને ટીમોની ટીમ

ભારત: હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતીશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર), અર્શદીપ સિંહ, હર્ષિત સિંહ , મયંક યાદવ, તિલક વર્મા.

બાંગ્લાદેશ: તૌહીદ હૃદોય, મહમૂદ ઉલ્લાહ, ઝેકર અલી અનિક, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, લિટન દાસ, તનજીદ હસન તમીમ, નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મુસ્તફિઝુર રહેમાન, તસ્કીન અહેમદ અને તનજીમ હસન સાકિબ.