ગોવિંદા ત્રણ દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, હાથ જોડીને કહ્યુ – હું તમારી કૃપાથી સુરક્ષિત
Govinda: ગોવિંદાને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. અભિનેતાને 1 ઓક્ટોબરના રોજ તેના ઘરમાં તેની જ રિવોલ્વરથી ગોળી વાગી હતી. ગોવિંદાએ કહ્યું કે તમારા બધાની કૃપા અને આશીર્વાદથી હું સુરક્ષિત છું.
હાથ જોડીને બધાનો આભાર માન્યો
બોલિવૂડ એક્ટર ગોવિંદાને 1 ઓક્ટોબરની સવારે પોતાના હાથે જ ગોળી વાગી ગઈ હતી. રિપોર્ટ પ્રમાણે તેની પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી મિસફાયર થઈ ગયું હતું. આ પછી તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે અભિનેતાને ત્રણ દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી બહાર આવીને અભિનેતાએ હાથ જોડીને બધાનો આભાર માન્યો હતો. લોકોને તેમણે કહ્યું કે તેમના માટે પ્રાર્થના કરવા બદલ આભાર. ગોવિંદાએ કહ્યું કે તમારા બધાની કૃપા અને આશીર્વાદથી હું સુરક્ષિત છું.
View this post on Instagram
કેવી રીતે વાગી ગોળી?
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ગોવિંદા સાથે આ દુર્ઘટના તેની લાયસન્સવાળી રિવોલ્વરના કારણે થઈ હતી. કહેવાય છે કે અભિનેતા પોતાની બંદૂક સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે એક ગોળી નીકળી હતી જે સીધી તેના પગમાં વાગી હતી. જેના કારણે અભિનેતા ઘાયલ થયો હતો. હાલ તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સમાચાર સામે આવતા જ અભિનેતાના ચાહકો પણ તેની તબિયતને લઈને ચિંતિત થઈ ગયા હતા. ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે કે ગોવિંદા જલદીથી સાજા થઈ જાય.
આ પણ વાંચો: નતાશાએ છૂટાછેડા બાદ કરી પહેલી પોસ્ટ, પ્રેમ વિશે કહી આ વાત
લોકસભા ચૂંટણી પહેલા શિવસેનામાં જોડાયા
આ વર્ષે માર્ચમાં લોકસભા ચૂંટણી પહેલા ગોવિંદા મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે તેઓ શિવસેનામાં જોડાયા છે કારણ કે તે એક સ્વચ્છ પાર્ટી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના વખાણ પણ કર્યા હતા અને થોડા મહિના પહેલા વડાપ્રધાનને મળ્યા હતા. તેમણે પીએમ મોદી સાથેની એક તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાએ લખ્યું હતું કે, ‘મુંબઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવું સન્માનની વાત હતી.’