October 1, 2024

ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કર્યું, સતત 18મી સિરીઝ જીતીને રેકોર્ડ બનાવ્યો

IND vs BAN: કાનપુરમાં ટીમ ઈન્ડિયાએ એવો કરિશ્મા કર્યો જે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે. ઘરઆંગણે નવો ઈતિહાસ રચ્યો છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ ટેસ્ટમાં 280 રનથી જીત મેળવી હતી અને હવે બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને ઘરઆંગણે મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

ઘરઆંગણે સતત 18મી વખત જીત
ઘરઆંગણે ટીમ ઈન્ડિયાની આ સતત આ 18મી સિરીઝની જીત છે. ટીમ ઈન્ડિયા પહેલાથી જ સૌથી સતત સિરીઝ જીત્વાનો રેકોર્ડ ધરાવે છે. આ રેકોર્ડમાં બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાની ટીમ આવે છે. જેણે ઘરઆંગણે સતત 10 સિરીઝ જીતી છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા છેલ્લા 12 વર્ષથી ઘરઆંગણે એક પણ ટેસ્ટ સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયા ટેસ્ટ મેચમાં છેલ્લે વર્ષ 2012માં હારી હતી.

આ પણ વાંચો: ટેસ્ટ મેચમાં સુરક્ષા હેતુ પહોંચી વાનરસેના, ક્રિકેટ બોર્ડે કર્યો મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયા જીતી ગઈ
કાનપુર ટેસ્ટમાં પહેલા દિવસે વરસાદના કારણે માત્ર 35 ઓવર જ રમાણી હતી. બીજે દિવસે અને ત્રીજે દિવસે એક પણ બોલ ફેંકાયો ના હતો. ચોથા દિવસે મેચ રમાઈ હતી. ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરીને બાંગ્લાદેશને 233 રનમાં આઉટ કરી દીધું હતું. જેના જવાબમાં ભારતનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે મેચ સંભાળી આ પછી ટીમ જાણે જીત તરફ વળી હોય તેવું જોવા મળ્યું હતું.