October 13, 2024

બોટાદના કુંડળી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરનારા બે આરોપીની ધરપકડ

બોટાદઃ થોડા દિવસ પહેલાં કુંડળી ગામ નજીક રેલવે ટ્રેક પર પાટો મૂકી ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. ત્યારે પોલીસે આ મામલે 2 આરોપીની ધરપકડ કરી છે.

રાણપુરના અળવ ગામના 2 આરોપીઓની બોટાદ પોલીસે ધરપકડ કરી છે. બંને આરોપીઓને ઘટનાસ્થળે નજીક વાડીમાંથી પોલીસે ઝડપી પાડ્યા છે. અગાઉ 25 નવેમ્બરના રોજ 2 આરોપીએ ટ્રેનને ઉથલવાનો પ્રયાસ કર્યો હતો. આર્થિક દેણું થઈ જવાના કારણે આ ષડ્યંત્ર ઘડ્યાનું જિલ્લા પોલીસ વડાએ માહિતી આપી હતી. ટ્રેનને ઉથલાવી ટ્રેનના ડબામાંથી પેસેન્જર નીચે પડે પછી તેને લૂંટવાના ઇરાદે સમગ્ર પ્લાન ઘડ્યો હતો.

પકડાયેલા આરોપીઓનાં નામ
રમેશભાઈ કાનજીભાઈ સલીયા – ઉ. 55 વર્ષ
જયેશભાઇ નાગરભાઈ બાવળિયા – ઉં. 24 વર્ષ