October 13, 2024

આ વર્ષે ભારતમાં સૌથી વધારે બાંગ્લાદેશી પ્રવાસીઓ આવ્યાં, પર્યટન મંત્રાલયનો રિપોર્ટ

Indian Tourism: ભારતમાં તમામ રાજ્યો ફરવા લાયક છે. તમામ વિદેશીઓને ભારતના અલગ અલગ રાજ્યોમાં ફરવું પસંદ છે. આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક જાન્યુઆરી-જૂનદ રમિયાન, 47,78,374 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા. જેમાં કોરોનાકાળ પહેલા 2019 માં સમાન સમયગાળામાં 52,96,025 હતા.

સત્તાવાર આંકડામાંથી આ માહિતી મળી
આ વર્ષે જાન્યુઆરી-જૂન દરમિયાન લગભગ 47.8 લાખ વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવ્યા હતા. આંકડા પ્રમાણે સૌથી વધારે અમેરિકાથી અને બાંગ્લાદેશના લોકોએ ભારતની મુલાકાત કરી હતી. વિશ્વ પ્રવાસન દિવસે સત્તાવાર આંકડાની જાહેરાત કરવામાં આવી છે. તે પ્રમાણે હજૂ પણ ભારતના પ્રવાસીઓની સંખ્યા હજુ પણ કોવિડ પહેલાના રોગચાળાના સ્તરથી પાછળ જોવા મળી રહી છે. આ વખતે જૂન મહિનામાં 7,06,045 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા, જ્યારે જૂન 2023માં 6,48,008 વિદેશી પર્યટકો અને જૂન 2019માં 7,26,446 વિદેશી પ્રવાસીઓ આવ્યા હતા.

આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગમાં ગંભીર સ્થિતિની પાછળ સમજવા જેવી હકીકત

મંત્રાલયે આ વિશે આપી માહિતી
મંત્રાલયે આ વિશે માહિતી આપતા જણાવ્યું કે “આ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક (જાન્યુઆરી-જૂન) દરમિયાન 47,78,374 વિદેશી પર્યટકો આવ્યા છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં 43,80,239 અને કોવિડ રોગચાળા પહેલા 2019 માં સમાન સમયગાળામાં 52,96,025 હતા. 2023ની સરખામણીએ 9.1 ટકા વધુ અને 2019ની સરખામણીએ 9.8 ટકા ઓછો છે. મંત્રાલયના ડેટા પ્રમાણે 2024ના પ્રથમ છ મહિનામાં સૌથી વધુ વિદેશી પ્રવાસીઓ બાંગ્લાદેશથી 21.55 ટકા આવ્યા હતા. આ પછી9.82 ટકા બ્રિટનથી, 4.5 ટકા કેનેડાથી, 17.56 ટકા પર્યટકો અમેરિકાથી 4.32 ટકા ઓસ્ટ્રેલિયાથી આવ્યા હતા.