January 22, 2025

નર્મદાની મેઇન કેનાલમાંથી 21 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું

પ્રવિણ પટવારી, નર્મદા: હાલમાં ઉનાળો આકરો બન્યો છે. ગરમી વધતા પાણીની માંગ રાજ્ય ભરમાં ઉઠી છે. ગુજરાત ભરના ખેડૂતોએ પોતાના પાકને બચાવવા માટે નર્મદાના પાણીની માગ ઉઠી છે. જેને લઈ હાલ ssnl દ્વારા નર્મદાની મેઇન કેનાલમાંથી 21 હજાર ક્યુસેક પાણી ગુજરાત માટે છોડવામાં આવી રહ્યું છે અને નર્મદા ડેમ એ ગુજરાત ની જીવાદોરી પણ ખરેખર જીવાદોરી બની છે.

ખેડૂતોને પીવાનું પાણી
આજે ભરઉનાળે પણ નર્મદા ડેમ 120.35 મીટરની સપાટીમાં છે અને હાલ ઉપરવાસ માંથી પાવર હાઉસ ચાલુ થતા 10 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમ માં આવી રહ્યું છે. આમ ખાસ ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર છે કે આવનારા દિવસો માં ભલે ઉનાળો આકરો બને પરંતુ ગુજરાત ને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં નર્મદા ડેમ સક્ષમ છે. આગામી નબળા ચોમાસા સામે પણ પીવાના પાણી અને સિંચાઇના પાણી માટે સક્ષમ નર્મદા ડેમ હાલ પણ 60 ટકા જેટલો ભરેલો છે ત્યારે આટલી ગરમીમાં ગુજરાન ખેડૂતોને પીવાનું પાણી અને સિંચાઇનું પાણી પૂરું પાડી રહ્યો છે.

આ પણ વાંચો: ગીરની કેસરમાં ખરણ આવતા ખેડૂતો ચિંતામાં, આ વર્ષે ભાવ આસમાને રહેશે

નર્મદા ડેમ સક્ષમ
સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા નર્મદાની મેન કેનલ માં 21 હજાર ક્યુસેક પાણી ગુજરાત માટે છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમએ ગુજરાતની જીવાદોરી પણ ખરેખર જીવાદોરી બની છે. આજે ભરઉનાળે પણ નર્મદા ડેમ 120.35 મીટર ની સપાટીમાં છે.  હાલ ઉપરવાસ માંથી પાવર હાઉસ ચાલુ થતા 10 હજાર ક્યુસેક પાણી નર્મદા ડેમ માં આવી રહ્યું છે. આમ ખાસ ગુજરાત વાસીઓ માટે સારા સમાચાર છે કે આવનારા દિવસો માં ભલે ઉનાળો આકરો બને પરંતુ ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં નર્મદા ડેમ સક્ષમ છે.

સિંચાઈ માટે પૂરતું
સરદાર સરોવર નર્મદા બંધ માં હાલ 1281.41 મિલિયન ક્યુબિક મીટર પાણીનો જથ્થો છે એટલે કે 60 ટકા જેટલું પાણી છે. હાલ 120.35 મીટર પર સપાટી છે એટલે 138.68 મીટર ની મહત્તમ સપાટી થી 18.33 મીટર નીચી સપાટી થઈ છે છતાં પણ આગામી સીઝનમાં ચોમાસુ નબળું જાય તો પણ નર્મદા બંધ રાજ્યના લોકોને પીવાનું પાણી અને સિંચાઈ માટે પૂરતું છે. એટલા માટે રાજ્યની જીવાદોરી કહેવામાં આવે છે.