May 8, 2024

લોકસભા ચૂંટણી લડી રહેલા યુ-ટ્યૂબરને મહિલાઓએ કરાવ્યું દૂધસ્નાન

અમદાવાદ: થોડા દિવસ પહેલા જેલમાંથી બહાર નીકળેલા જાણીતા યુ-ટ્યૂબર મનીષ કશ્યપ પશ્ચિમ ચંપારણ લોકસભા વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે. આ સાથે તેઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. મનીષ કશ્યપ આ સાથે સતત વિસ્તારમાં ભ્રમણ કરીને પોતાના માટે સમર્થન માંગી રહ્યા છે. આ વચ્ચે મનીષ કશ્યપનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં બેઠક વિસ્તારમાં પ્રચાર કરતા મનીષને મહિલાઓએ દૂધથી સ્નાન કરાવ્યું છે. આ સાથે મહિલાઓએ કહ્યું કે, મનીષ આ દૂધનું રૂણ ચોક્કસ ચૂકવશે.

દુધથી સ્નાન કરવાનો મનીષનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છેકે, જેલમાંથી છુટ્યા બાદ મનીષ કશ્યપ સતત ચમ્પારણના ગામમાં ફરીને લોકો પાસેથી સમર્થનની અપીલ કરી રહ્યા છે. આ સાથે મનીષ બિહારને નવું બનાવવા માટે તે મેદાનમાં ઉતર્યો છે. પૂર્વી ચંપારણ જિલ્લામાં બંજરિયા પ્રખંડના રતનપુર ગામમાં જ્યારે પ્રચાર માટે મનીષ પહોંચ્યા ત્યારે ત્યાની મહિલાઓએ ગાયના દુધથી તેમને સ્નાન કરાવ્યું હતું. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: 500 વર્ષ બાદ રામનવમી પર સૂર્ય તિલકથી થશે રામલલાનો અભિષેક

રતનપુર ગામમાં હાજર મહિલાઓએ મનીષ પાસે આ દુધનું રુણ ચૂકવશે તેવી શપથ પણ લેવડાવી હતી. આવા જ ઘણા ફોટો પ્રચાર દરમિયાન મનીષના વાયરલ થઈ રહ્યા છે. મનીષ આ વખતે લોકસભા ચૂંટણીમાં એક અપક્ષ ઉમેદવાર તરીકે નોંધણી કરાવશે. મહત્વનું છેકે, જેલથી બહાર નિકળ્યા બાદ મનીષ કશ્યપ બિહારને સતત બદલવાની વાત કરી રહ્યા છે. તેઓ સતત લોકસભા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે. જેમાં લોકોની મોટી સંખ્યા ઉમટી રહી છે.