May 6, 2024

ભ્રામક જાહેરાત મામલે સુપ્રીમ કોર્ટે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને લગાવી ફટકાર

 Patanjali Ad Row:  સુપ્રીમ કોર્ટે બુધવારે (10 એપ્રિલ, 2024) દવાઓની ભ્રામક જાહેરાતના મામલામાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ અવમાનના અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન બંનેએ બિનશરતી માફી માંગી હતી. જોકે, કોર્ટે બાબા રામદેવ દ્વારા આપવામાં આવેલ એફિડેવિટને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુનાવણી દરમિયાન જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું, ‘એફિડેવિટ અમારી સામે આવે તે પહેલા મીડિયામાં પ્રકાશિત કરવામાં આવી હતી. તે પ્રચાર માટે દાખલ કરવામાં આવી હતી કે અમારા માટે?’

રામદેવ અને બાલકૃષ્ણના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું કે, અમે 6 એપ્રિલે જ એફિડેવિટ દાખલ કરી હતી. રજિસ્ટ્રીએ કદાચ તે ન્યાયાધીશો સમક્ષ મૂક્યું ન હતું.” આ પછી, રોહતગીએ એફિડેવિટનો એક અંશો વાંચ્યા જેમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ વતી માફી માંગવામાં આવી છે. બીજી બાજુ જજે એફિડેવિટ દાખલ કરવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. જેમાં રામદેવે પોતાના દેશની બહાર જવાના પ્લાન વિશે માહિતી આપી છે. આ જોઈને ન્યાયાધીશોએ કહ્યું કે આ રીતે સમગ્ર પ્રક્રિયાને હળવાશથી લેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘અમારા આદેશ પછી પણ? અમે આ મામલે આટલા ઉદાર બનવા માંગતા નથી. અમે એફિડેવિટને ફગાવી રહ્યા છીએ, તે માત્ર કાગળનો ટુકડો છે. અમે આંધળા નથી! આપણે બધું જોઈ શકીએ છીએ.

આ પણ વાંચો: જામસાહેબની હાકલ, ‘ક્ષમા વિરસ્ય ભૂષણમ્’ ધર્મને યાદ કરી માફ કરવા જોઇએ

મુકુલ રોહતગીએ સુનાવણી મુલતવી રાખવા વિનંતી કરી
જસ્ટિસ અમાનુલ્લાએ સુનાવણી દરમિયાન કહ્યું, ‘કોર્ટ સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. આ પછી જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે અમે આ એફિડેવિટ સ્વીકારવાનો ઈન્કાર કરીએ છીએ. રોહતગીએ સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરી જેથી તે જોઈ શકાય કે રામદેવ અને બાલકૃષ્ણ દ્વારા બીજું શું લખવાની જરૂર છે. તેના પર જસ્ટિસ કોહલીએ કહ્યું કે આપણે કેટલી વાર સમય આપવો જોઈએ? જ્યારે ઉત્તરાખંડ સરકારે તમને મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા પહેલા જાહેરાત રોકવા માટે કહ્યું ત્યારે તમે તેમને એમ પણ કહ્યું કે તમારી સામે કાયદાકીય રીતે કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. તમે કાયદો જાણતા ન હતા?

આ પણ વાંચો: ચીનના ત્રણ જાસૂસી જહાજ હિંદ મહાસાગરમાં ઘૂસ્યાં, ભારતને શું અસર થશે?

અમે એફિડેવિટ નકારી રહ્યા છીએ: કોર્ટ
જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, તમે એફિડેવિટમાં છેતરપિંડી કરી રહ્યા છો, કોણે તૈયાર કર્યું? હું આશ્ચર્ય ચકિત છું. જસ્ટિસ કોહલીએ કહ્યું કે તમારે આવું સોગંદનામું ન આપવું જોઈતું હતું. તેના પર વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે અમારાથી ભૂલ થઈ છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, ભૂલ! બહુ ટૂંકો શબ્દ. કોઈપણ રીતે અમે આ અંગે નિર્ણય લઈશું. કોર્ટે કહ્યું કે અમે આને જાણી જોઈને કોર્ટના આદેશનો અનાદર ગણી રહ્યા છીએ.

ઉત્તરાખંડ સરકારે પણ ઠપકો આપ્યો
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન ઉત્તરાખંડ સરકારને પણ સખત ઠપકો આપ્યો હતો. ન્યાયાધીશોએ કહ્યું કે કેન્દ્ર સરકારે આ કેસ 2020માં ઉત્તરાખંડ સરકારને મોકલ્યો હતો, પરંતુ ઉત્તરાખંડના સત્તાવાળાઓએ આ મામલે નિષ્ક્રિયતા દર્શાવી હતી. હવે તે અધિકારીઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ જેમણે આ મામલે કોઈ કાર્યવાહી નથી કરી.