May 5, 2024

શું રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે?

અમદાવાદ: રોહિત શર્મા પોતાની બેટિંગને લઈને ખુબ ચર્ચામાં જોવા મળે છે. રોહિતે ત્રણેય ફોર્મેટમાં બેટથી ધૂમ મચાવી દીધી છે. બેટિંગની સાથે રોહિતની કેપ્ટન્સી પણ જોરદાર રહી છે. આ વચ્ચે એક સમાચાર વહેતા થયા છે. જેમાં રોહિતે રોહિતે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.

મેચ જીતવામાં સફળ
રોહિત શર્માએ નિવૃત્તિને લઈને મોટો ખુલાસો કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ રોહિતની 36 ​​વર્ષની ઉંમર છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવવા માટે રોહિતે ખુબ પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય ચાહકો અને રોહિતની આશા પર પાણી ફરી ગયું હતું. ભારતની હાર અને ઓસ્ટ્રેલિયાની ટીમનો વિજ્ય થયો હતો. રોહિતની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન સતત શાનદાર જોવા મળ્યું હતું.

આ પણ વાંચો: બેટિંગ દરમિયાન રોહિત શર્માને હેરાન કરતો જોવા મળ્યો વિરાટ કોહલી!

મોટો ખુલાસો કર્યો
રોહિત શર્માએ એક શો દરમિયાન પોતાની નિવૃત્તિને લઈને મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે “મેં હજુ નિવૃત્તિ વિશે વધુ વિચાર્યું નથી. જો કે, મને ખબર નથી કે જીવન મને ક્યાં લઈ જશે. હું અત્યારે સારું રમી રહ્યો છું, તેથી મેં વિચાર્યું કે હું હજુ થોડાક વર્ષ રમવાનું ચાલુ રાખીશ. વધુમાં તેમણે કહ્યું કે હું વર્લ્ડ કપ જીતવા માંગુ છું અને 2025માં WTC ફાઈનલ પણ રમવા માંગુ છું. વર્લ્ડ કપ 2023ને લઈને તેમણે કહ્યું કે ફાઈનલ પહેલા , અમે ખૂબ જ સારું રમ્યા હતા. જે બાદ અમે માત્ર એક ડગલું દૂર રહ્યા હતા. મને નથી લાગતું કે અમે ફાઇનલમાં ખરાબ રમ્યા હતા.