May 18, 2024

ISROમાં નોકરી કરવાની સુવર્ણતક, પગાર ધોરણ 81000 સુધી

Isro job 2024: શું તમે સારી નોકરીની તકમાં છો? તો તમારા માટે અમે આજે સારા સમચાર લઈને આવ્યા છીએ. ISROમાં નોકરી કરવા માટે સારી તક આવી રહી છે. જેમાં તમે પણ નોકરી કરવા માંગો તો કરી શકો છો. જેના માટે તમારે આ રીતે અરજી કરવાની રહેશે.

આ છે છેલ્લી તારીખ
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROમાં તમે નોકરી કરવા માંગો છો, તો તમારી પાસે સારો મોકો આવી રહ્યો છે. આ અરજી કરવાની છેલ્લી તારીખ એપ્રિલ 15, 2024 છે. જે લોકોને ISROમાં નોકરી કરવી છે તેને માહિતી લઈને આ અરજીને સમબિટ કરી દેવી જોઈએ. આસિસ્ટન્ટ અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ ISROમાં ખાલી થઈ છે. આ પોસ્ટ પર તે લોકો જ અરજી કરી શકશે કે જે લોકોને કોઈ પણ સંસ્થામાંથી ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોય અને તેમનું ગ્રેજ્યુએશન પુર્ણ હોય. આ સાથે તેમને કોમ્પ્યુટરનું સારૂ જ્ઞાન હોવું જોઈએ. કારણ કે જે લોકોનું જ્ઞાન સારૂ હશે કોમ્પ્યુટરનું તે લોકોને પ્રાધાન્ય આપવામાં આવશે.જો તમારે વધારે માહિતી જોતી હોય શૈક્ષણિક લાયકાતને લઈને તો તમે સત્તાવાર માહિતી આવે તેની રાહ જોવાની રાહ જોવાની રહેશે.

આ પણ વાંચો: NCERTએ પાઠ્યપુસ્તકમાંથી બાબરી ધ્વંશ-ગોધરાકાંડ જેવાં ટોપિક હટાવ્યાં

આ વેબથી કરો એપ્લાય
સહાયક અને જુનિયર પર્સનલ આસિસ્ટન્ટની જગ્યાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોએ લેવલ-4 પાસ કરવાનું રહેશે. જેમાં પગાર ધોરણની વાત કરવામાં આવે તો રુપિયા 25,500થી લઈને રુપિયા 81,100 આપવામાં આવશે. આ સિવાય જે પસંદ કરવામાં આવશે ઉમેદવાર તેને ટ્રાન્સપોર્ટ એલાઉન્સની સુવિધા પણ આપવામાં આવશે. ISRO દ્વારા જારી કરવામાં આવેલી આ ભરતી માટેની અરજી કરવા માટે તમારે ઓનલાઈન સબમિટ કરવામાં આવશે. www.prl.res.in/OPAR પર તેમની અરજીઓ ઑનલાઇન રજીસ્ટર કરવાનું રહેશે. આ અરજી માત્ર ઓનલાઈન જ થશે. જેની અરજી કરવા માટે તમારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એપ્રિલ 15, 2024 છે.